Last Updated on by Sampurna Samachar
૭ મહિલાઓની અટકાયત કરી ગુનો દાખલ
પોલીસે સ્થળ પરથી રોકડ મુદ્દામાલ જપ્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના ઉત્રાણ વિસ્તારમાં મહિલાઓનુ જુગારધામ ઝડપાયુ છે. મળતી માહિતી મુજબ, ઉત્રાણ વિસ્તારમાં આવેલી સેન્ટોસા હાઈટ્સ નામની ઇમારતમાં લાંબા સમયથી જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસને એક ફ્લેટમાં મહિલાઓ જુગાર રમતી હાલતમાં મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું કે રેખા નામની મહિલા પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત જુગાર રમવામાં ઉપયોગી સામાન કબજે કર્યો હતો.પોલીસે કુલ ૭ મહિલાઓની અટકાયત કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાંબા સમયથી અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ચર્ચા
સાથે જ, આ જુગારના અડ્ડા સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ તપાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે આ જુગારખાનામાં આસપાસના વિસ્તારોમાંથી લોકો આવતા હતા અને લાંબા સમયથી અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓના મોબાઇલ ફોન અને નાણાકીય લેવડદેવડ અંગે તપાસ શરૂ કરી છે.