Last Updated on by Sampurna Samachar
ભાવનગરમાં પ્રેમી પંખીડાઓની સામસામે પોલીસ ફરિયાદ
ઇન્સ્ટ્રાગ્રામ પર પ્રેમ પાંગર્યો પણ લગ્ન સુધી ન પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરની ગલીઓમાં હાલ પ્રેમી પંખીડાનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર પાંગરેલો પ્રેમ લગ્નની વાત આવતા અટકાઇ ગયો હતો. ત્યારે યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દેતા મોટુ નાટક થયુ હતું. જેમાં યુવક અને યુવતી દ્વારા સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરમાં એક મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તે હાલ વેકેશન કરવા માટે પોતાના પિયર ગઈ હતી. ત્યારે આ દરમિયાન બે યુવતીઓ તેના ઘરે આવી ગઈ હતી. બંને ફ્લેટના પાર્કિંગમાં ધસી આવી હતી. બંને યુવતીઓએ મારા ભાઈને અપશબ્દો કહ્યા હતા. બેમાંથી એક યુવતીએ મારા ભાઈ વિરાજ સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી.
યુવકના પરિવારે અપમાનિત કરી માર માર્યો
યુવતીએ કહ્યું કે, હું વિરાજની ગર્લફ્રેન્ડ છું, અને મારે તેની સાથે લગ્ન કરવા છે. આ બાદ મામલો વધારે બિચક્યો હતો. યુવક વિરાજના પરિવારજનોએ બંને યુવતી પાસે તેમની માતાપિતાના નંબર માંગ્યા હતા, જેના બાદ યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી. આ બાદ યુવતીઓએ મારા વૃદ્ધ માતા સાથે ઝપાઝપી કરી હતી, અને તેમને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. બેમાંથી એક યુવતીએ પોતાને વિરાજની ગર્લફ્રેન્ડ ગણાવી લગ્ન કરવાની જીદ કરી હતી. તેણે કહ્યું હતું કે, હું તેની ગર્લફ્રેન્ડ છું, મારે લગ્ન કરવાના છે.
મહિલાએ પોલીસ ફરિયાદ કરતા બંને યુવતીઓ સામે ભાવનગર પોલીસ સ્ટેશનમાં મ્દ્ગજીની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૩૧૪ અને ૫૪ મુજબ ગુનો નોંધાયો છે. તો બીજી તરફ, યુવકના ઘરે તાયફો કરનાર યુવતી પણ પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, ભાવનગરના વિરાજ ઝાલા નામના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર મારો પરિચય થયો હતો. વિરાજ ઝાલાએ મને ચિરાગ ઝાલા તરીકે ઓળખ આપી હતી. તેણે મારી સાથે પહેલા મિત્રતા કેળવી હતી. જેના બાદ અમારા વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. તેણે મારી સાથે વિવિધ હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. અને હવે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી છે.
યુવતીએ કહ્યું કે, વિરાજે લગ્ન માટે ના પાડતા હું તેના ઘરે પહોંચી હતી. જ્યાં માતા અને બહેન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, અને ત્યાં ઝગડો થયો હતો. યુવતીએ કહ્યું કે, વિરાજના પરિવારજનોએ મને જ્ઞાતિનું નામ લઈ અપમાનિત કર્યા હતા, મારી સાથે મારામારી પણ કરી હતી. તેથી હું મારી ફરિયાદ આપું છું. આમ, યુવતીના ફરિયદાના આધારે વિરાજ ઝાલા નામના યુવક સામે ગુનો નોંધાયો છે.