Last Updated on by Sampurna Samachar
પ.બંગાળમાં બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા
ચાપડામાં ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ મિર પર લોહેના રોડથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન બુધવારે હિંસક ઘટનાઓ અનેરાજકીય આક્ષેપ–પ્રતિક્ષેપ વચ્ચે ચાલી રહ્યું છે. નોઆપાડા, ફલતા અને બાલી જેવા વિસ્તારોમાં EVM ગરબડઅને ભાજપ-TMC કાર્યકરો વચ્ચેની અથડામણને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે.

ઉત્તર ૨૪ પરગણાના બારાનગરમાં બૂથ નંબર ૭૨ પર પાંચ વખત EVM મશીન બદલવા છતાં મતદાન શરૂ નથઈ શકતા મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક મતદારો કંટાળીને મતદાન કર્યા વગર જ ઘરે પરતફર્યા હતા. તો બીજી તરફ, નોઆપાડામાં ભાજપના નેતા અર્જુન સિંહે TMC પર બૂથની બહાર ડમી EVM રાખીને મતદારોને ભ્રમિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ચારેતરફ હિંસાના દ્રશ્યો
નાદિયા: ચાપડામાં ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ મિર પર લોહેના રોડથી જીવલેણ હુમલો કરવામાં આવ્યોહતો, જેમાં તેમના માથામાં ૬ ટાંકા આવ્યા છે.
પનિહાટી: અહીં દ્ભટ્ઠિ પીડિતાની માતા અને ભાજપના ઉમેદવાર રત્ના દેબનાથને TMC કાર્યકરોએ ઘેરી લેતાહોબાળો થયો હતો. પોલીસને ભીડને વિખેરવા હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.
ભવાનીપુર: સીટ ગણાતી ભવાનીપુરમાં શુભેન્દુ અધિકારીની હાજરીમાં જય શ્રી રામ અને ‘જય બાંગ્લા‘નાનારા લાગતા હાઈ–વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
હિંસા અને છૂટાછવાયા બનાવો હોવા છતાં બંગાળમાં ભારે મતદાન જોવા મળી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડામુજબ, ૧૪૨ બેઠકો પર બપોરે ૧ વાગ્યા સુધીમાં ૬૧ ટકાથી વધુ મતદાન નોંધાયું છે. દક્ષિણ ૨૪ પરગણા અને હાવડાના અનેક બૂથ પર લાંબી કતારો જાેવા મળી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય સુરક્ષાદળોએ મોરચો સંભાળ્યો છે અને બાલી વિસ્તારમાંથી બે તોફાની તત્વોની ધરપકડ પણ કરવામાં આવી છે.