Last Updated on by Sampurna Samachar
BSF અને સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન કર્યું
ખેતરમાં જોવા મળ્યા હથિયારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં થયેલા હુમલા બાદ હવે આતંકવાદીઓ વધુ એક તબાહીનું ષડયંત્ર રચ્યું હોય તેમ પંજાબમાં મસમોટો હથિયારોનો જથ્થો મળી આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટના બાદ BSF અને સ્થાનીક પોલીસ હિતની ટીમો દોડતી થઈ ગઈ છે અને પાકિસ્તાન (PAKISTHAN) ના નાપાક ઈરાદા નિષ્ફળ બનાવ્યું છે.
BSF એ અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન હેઠળના ગામ ચક્ક બાલાના એક ખેતરમાંથી સાડા ચાર કિલો RDX , પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન, ૨૨૦ કારતૂસ, બે બેટરી અને બે રિમોટ જપ્ત કર્યા છે. વાસ્તવમાં BSF ની પોસ્ટ શાહપુર પાસે ચક્ક બાલા ગામ આવેલું છે, જ્યાં એક ખેડૂત તેના ખેતરમાં પાક લણણીની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન ખેડૂતે ખેતરમાં બે પેકેટ જોયા અને તુરંત BSF ને જાણ કરી દીધી હતી. ત્યારબાદ BSF ની ટીમ તુરંત ખેતરમાં પહોંચી ગઈ હતી અને બંને પેકેટોની તપાસ કરતા તેમાં ઉપરોક્ત વિસ્ફોટ સામગ્રી અને હથિયારો મળી આવ્યા હતા.
BSF અને પોલીસની ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
જ્યાં BSF એ બંને પેકેજો જપ્ત કર્યા બાદ ઘટના અંગે અજનાલા પોલીસને પણ જાણ કરી દીધી છે. આ ગામ પાકિસ્તાન સરહદથી લગભગ બે કિલોમીટર દૂર આવેલું છે. ઘટના બાદ BSF અને પોલીસની ટીમોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધી છું. આ ઉપરાંત અનેક ખેતરોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.