આતંકી હુમલામાં આપણે ઘણી માસુમ જીંદગી ગુમાવી , રાજનાથ સિંહે કહ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

“આરોપીઓને જલદી જોરદાર અને સ્પષ્ટ જવાબ મળશે”

વડાપ્રધાને દેશમાં પરત ફરી મીટિંગ યોજી પગલાં લીધા

(સંપૂર્ણ સમાચાર સેવા)

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશમાં શોકની લાગણી ફેલાયેલી છે. જ્યાં દરેક તેની પાછળ છુપાયેલા લોકો પર કાર્યવાહી ઇચ્છે છે. એવામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં આપણે ઘણી માસૂમ જીંદગીઓ ગુમાવી દીધી છે. અમને આ વાતનું દુખ છે. હું તે પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમને પોતાના પરિજનોનો ગુમાવ્યા. અમારી આતંકવાદ પ્રત્યે જીરો ટૉલરેન્સની નીતિ છે. હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં ભરશે. અમે ના ફક્ત આ કૃત્યને અંજામ આપનાર દોષીઓ સુધી પહોંચીશું પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું. આરોપીઓને જલદી જોરદાર અને સ્પષ્ટ જવાબ મળશે, હું દેશને આશ્વસ્ત કરવા માંગુ છું.

ત્રણેય સેનાઓના પ્રમુખ દરેક પરિસ્થિતિ માટે તૈયાર

આતંકવાદી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર એલર્ટ મોડ પર આવી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબનો પ્રવાસ અધૂરો છોડીને દિલ્હી આવ્યા અને આવતાં જ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. દિલ્હીમાં CCS ની બેઠક યોજી હતી. આ દરમિયાન આતંકી હુમલાથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે ત્રણેય સેનાઓના પ્રમુખોએ પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે.

સૂત્રોનું કહેવું છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી હાઇ લેવલ મીટિંગમાં જમ્મુ કાશ્મીરની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં પ્રમુખ રક્ષા અધ્યક્ષ CDS જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના પ્રમુખ અને રક્ષા સચિવે ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ સામેલ હતા.

સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામોની ચર્ચા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્યના પ્રમુખ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. આ પહેલા આજે સંરક્ષણ મંત્રીને પહલગામ અને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમના નૌકાદળના સમકક્ષ એડમિરલ દિનેશ ત્રિપાઠી દ્વારા માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં NSA  અજિત ડોભાલ અને ત્રણેય સૈન્ય પ્રમુખો તથા CDS સાથે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર અઢી કલાક સુધી બેઠક ચાલી હતી. બાદમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં હાજરી આપશે.CCS  રાષ્ટ્રીય સુરક્ષા પર ર્નિણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પરત ફર્યા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી. આ વચ્ચે હુમલાખોરોની તલાશ તેજ કરી દેવામાં આવી છે. સેનાની સાથે CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. આર્મીની વિક્ટર ફોર્સની સાથે-સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સૈનિકો હુમલાખોર આતંકવાદીઓની તલાશ કરી રહ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.