Last Updated on by Sampurna Samachar
સાડા ત્રણ કલાકથી વધુ સમય આશ્રમમાં વિતાવ્યો
વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ અને શ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોહલીના રિટાયરમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી. BCCI સતત તેને મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું, જે વચ્ચે કોહલીએ સત્તાવાર ધોરણે ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ જાહેરાતની થોડી જ ક્ષણો બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે મુંબઈ એરપોર્ટ પર હળવાશની પળોમાં જોવા મળ્યો હતો.
વિરાટ કોહલી (VIRAT KOHLI) પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનમાં સંત પ્રેમાનંદજી મહારાજને મળવા અને આશીર્વાદ લેવા રાધાકેલુકુંજ આશ્રમ પહોંચ્યા હતા. સવારે લગભગ છ વાગ્યે ત્યાં પહોંચ્યા બાદ સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી ત્યાં રોકાયા હતા. આશ્રમમાંથી બહાર આવ્યા બાદ કોહલી બારાહ ઘાટના સંત પ્રેમાનંદના ગુરૂ ગૌરાંગી શરણ સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ લીધા હતા.
ત્રણ વર્ષ બાદ પહેલી સદી ફટકારી
વિરાટ કોહલી ત્રીજી વખત વૃંદાવનમાં મહારાજજીને મળ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ વિરાટ ત્યાં પહોંચ્યા બાદ જાન્યુઆરી, ૨૦૨૩માં પણ વિરાટ મહારાજજીની મુલાકાત કરી હતી. ત્યારે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ બાદ કોહલીએ આશરે ત્રણ વર્ષ બાદ પહેલી સદી ફટકારી હતી. શ્રીલંકા વિરૂદ્ધ વનડે ઈન્ટરનેશનલમાં કોહીલએ ૧૬૦ રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલી IPL ૨૦૨૫માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ તરફથી રમી રહ્યો છે. ઘણા વર્ષો બાદ આ વખતે RCB ફૉર્મમાં જોવા મળી છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે હવે ૧૭ મેના રોજ IPL લીગ ફરીથી શરૂ થશે. બેંગ્લુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર RCB ની આગામી મેચ કોલકાતા નાઈટરાઈડર્સ સાથે છે.