Last Updated on by Sampurna Samachar
શક્તિ દુબેએ પ્રથમ સ્થાન તો હર્ષિતા ગોયલે બીજું સ્થાન મેળવ્યું
કુલ ૧૦૦૯ ઉમેદવારોની પસંદગી થઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) ૨૦૨૪ નું અંતિમ પરિણામ જાહેર થયુ છે. આ વખતે પરીક્ષામાં શક્તિ દુબેએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. હર્ષિતા ગોયલે બીજું સ્થાન મેળવ્યું અને ડોંગરે અર્ચિત પરાગે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪ માટે ઇન્ટરવ્યુ રાઉન્ડ ૭ જાન્યુઆરીથી શરૂ થયો હતો અને ૧૭ એપ્રિલના રોજ સમાપ્ત થયો હતો. કુલ ૧૦૦૯ ઉમેદવારોની પસંદગી થઇ. જેમાં આ વખતે UPSC એ IAS , IFS , IPS , ગ્રુપ A અને B સેવાઓમાં નિમણૂક માટે ૧૦૦૯ ઉમેદવારોની ભલામણ કરી છે. જેમાંથી મહત્તમ ઉમેદવારો સામાન્ય શ્રેણીમાંથી પસંદ કરવામાં આવ્યા છે.
GENERAL શ્રેણીમાંથી ૩૩૫ ઉમેદવારોની પસંદગી થઈ
OBC શ્રેણીમાંથી ૩૧૮ ઉમેદવારોની પસંદગી થઈ
EWS શ્રેણીમાંથી ૧૦૯ ઉમેદવારોની પસંદગી થઈ
SC શ્રેણીમાંથી ૧૬૦ ઉમેદવારોની પસંદગી થઈ
ST શ્રેણીમાંથી ૮૭ ઉમેદવારોની પસંદગી થઈ
આ વર્ષના UPSC ના ૧૦ ટોપર્સની યાદી
શક્તિ દુબે
હર્ષિતા ગોયલ
ડોંગરે અર્ચિત પરાગ
શાહ માર્ગી ચિરાગ
આકાશ ગર્ગ
કોમલ પુનિયા
આયુષી બંસલ
રાજ કૃષ્ણ ઝા
આદિત્ય વિક્રમ અગ્રવાલ
મયંક ત્રિપાઠી