Last Updated on by Sampurna Samachar
મોટી પાનેલીમાં ગેસના બાટલા માટે ગ્રાહકોનો હલ્લાબોલ
વારંવાર એજન્સીના ધક્કા ખાવા છતાં તેમને સિલિન્ડર ન મળતા આખરે મામલો બિચક્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં રાંધણ ગેસના વિતરણમાં ધાંધિયા સર્જાતાગૃહિણીઓ અને ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા ૧૫ દિવસથી ગામમાં ગેસ સિલિન્ડરનું વિતરણબંધ હોવાથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અનેક લોકોએ બુકિંગ કરાવ્યું હોવા છતાં અને વારંવારએજન્સીના ધક્કા ખાવા છતાં તેમને સિલિન્ડર ન મળતા આખરે મામલો બિચક્યો હતો અને રોષે ભરાયેલાલોકોએ એજન્સી પર જઈને હોબાળો મચાવ્યો હતો.
રસોડામાં અત્યારે ઈંધણની કટોકટી સર્જાઈ
સ્થાનિક ગ્રાહકોએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, તેમના મોબાઈલમાં ગેસ સિલિન્ડર ડિલિવરી થઈ ગઈહોવાના મેસેજ આવી ગયા છે, પરંતુ વાસ્તવમાં તેમને બાટલો મળ્યો જ નથી. ગ્રાહકોનો આક્ષેપ છે કે, ગેસએજન્સીનો ધારક બાટલાની કાળાબજારી કરી રહ્યો છે, અને જરૂરિયાતમંદ ગ્રાહકોને આપવાને બદલે અન્યત્ર ઊંચા ભાવે વેચી રહ્યો છે.
જ્યારે ગ્રાહકો પૃચ્છા કરવા જાય છે, ત્યારે સંતોષકારક જવાબ મળવાને બદલેહાલાકી ભોગવવી પડી રહી છે.ગત રોજ જ્યારે મોટી સંખ્યામાં લોકો ગેસ એજન્સી પર એકઠા થયા અને હોબાળો કર્યો, ત્યારે સ્થિતિ પામી ગયેલો એજન્સી ધારક ઓફિસને તાળા મારીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.
જવાબદાર વ્યક્તિની ગેરહાજરીને કારણે ગ્રાહકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોનું કહેવું છે કે, એજન્સી પાસે સ્ટોક નથી તો મોબાઈલમાં મેસેજ કેવી રીતે આવી રહ્યા છે? આ એક મોટું કૌભાંડ હોવાનીશંકા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.મોટી પાનેલી ગામના રસોડામાં અત્યારે ઈંધણની કટોકટી સર્જાઈ છે.
ગૃહિણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે ગેસના બાટલાનું વિતરણ સુધારીને અનિયમિતતા દૂરકરવામાં નહીં આવે, તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે. હાલ પંથકમાં ગેસ એજન્સીની મનમાની અનેકાળાબજારીને લઈ ભારે ચર્ચાઓ જાગી છે અને પુરવઠા વિભાગ આ મામલે કડક તપાસ કરે તેવી માગ ઉઠી છે.