Last Updated on by Sampurna Samachar
ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યુ
હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છેં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વલસાડજિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ આપઘાતને લઈને રેલવે પોલીસ અનેસ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે (૧૩મી એપ્રિલ) મોડી રાત્રેઆ અંતિમ પગલું ભર્યું હતું. તેમણે ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
મામલતદારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી
ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતોઅને તપાસ શરૂ કરી હતી. ચૂંટણીના માહોલમાં જ્યારે વહીવટી તંત્ર વ્યસ્ત છે, ત્યારે મામલતદાર જેવાજવાબદાર પદ પર રહેલા અધિકારીએ શા માટે આપઘાત કર્યો તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
આ મામલે આરોપ લાગી રહ્યા છે કે, સરીગામ બેઠકના એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ કોઈપણ સંજોગોમાં રદકરવા માટે મામલતદાર પર ઉપરથી ભારે દબાણ લાવવામાં આવી રહ્યું હતું. જો કે, કાયદાકીય રીતે ફોર્મ રદથઈ શકે તેવા કોઈ જ નક્કર સંજોગો ન હોવાથી મામલતદારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી.
મામલતદાર કચેરીના વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છને ધમકી આપવામાંઆવતી હતી કે જાે તે ફોર્મ રદ નહીં કરે તો તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા સ્વેચ્છિક નિવૃત્તિલેવા મજબૂર કરવામાં આવશે. તેણે આવી ધમકીઓને વશ થવાને બદલે અથવા અન્યાયી ર્નિણય લેવાને બદલેમોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.
આ ઘટના બાદ તપાસની માંગ ઉગ્ર બની છે. મામલતદાર પર દબાણ ઊભું કરનારા મોટા માથા કોણ હતા? તેજાણવા માટે મામલતદારના છેલ્લા ૪૮ કલાકના કોલ ડિટેલ્સ, વ્હોટ્સએપ કોલ ડિટેલ્સ તેમજ ચેટની તપાસકરવી જરૂરી છે.હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તે અંગે હજી સુધી કોઈસત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.