Last Updated on by Sampurna Samachar
બંને યુવકો અમદાવાદના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી
યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરથી ચોંકાવનારા સમચાર સામે આવ્યા છે. જેમાં સાબરમતી નદીમાં નહાવા ગયેલા બે યુવકો ડૂબી ગયા છે. બંને યુવકો અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ એકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર અમદાવાદના ચાંદખેડાના રહેવાસી બે યુવકો વધતી ગરમીના પ્રકોપે ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા ગયા હતાં. આ દરમિયાન બંને યુવકો નદીમાં ડૂબી ગયા હતાં. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
જ્યાં ભારે જહેમત બાદ ૧૯ વર્ષીય આર્યન સિંહ રાજપૂતની લાશ મળી આવી આવી હતી. આ સિવાય બીજો યુવક અંશ પડિતનો મૃતદેહ ન મળતા તેની શોધખોળ કરાઇ હતી. ત્યારે યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે.