Last Updated on by Sampurna Samachar
પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ
પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ અંગેની બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અચાનક મોત થતાંચકચાર મચી છે. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ અંગેની બી.એન.એસ.એસ. કલમ ૧૯૪મુજબ નોંધ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તા.૧૮/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રે ૧૧.૦૦ વાગ્યા દરમિયાન મેઘપર ગામે કેનેરા બેંક નજીકભાડાના રૂમમાં રહેતા ગુલશનસિંહ સવિંદરસિંઘ (ઉંમર ૩૧), મૂળ અમૃતસર (પંજાબ)ના રહેવાસી અને હાલમજૂરી કામ કરતા હતા, તેઓ પોતાના રૂમમાં બાથરૂમમાં ન્હાવા માટે ગયા હતા.
આ દરમિયાન તેઓ બાથરૂમમાં અચાનક બેભાન થઈ ગયા હતા. પ્રાથમિક રીતે હાર્ટ એટેક આવ્યાની શંકાવ્યક્ત કરવામાં આવી રહી છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજપરના તબીબે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકની સાથે રહેતા ચમકોરસિંગ કશ્મીરસિંઘે પોલીસને જાણ કરતાં મેઘપર (પડાણા) પોલીસસ્ટેશનના એએસઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.