Last Updated on by Sampurna Samachar
વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગ ઘટના બની
વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રવિવારે મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવતા શૈક્ષણિક આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.કુંઢેલા ગામમાં આવેલી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાત્રિનું ભોજન લીધા બાદ ૧૧ જેટલા વિદ્યાર્થીઓને ઝેરી અસરથતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટી તંત્ર સહિતઆરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કુંઢેલા ગામની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ રાત્રે મેસમાં ભોજન લીધું હતું. જમ્યાનાથોડા સમય બાદ એક પછી એક વિદ્યાર્થીઓને ઉલટી અને ઝાડાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં ૧૧વિદ્યાર્થીઓની હાલત બગડતા હોસ્ટેલ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓનેએમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવારચાલી રહી છે.
ઘટનાની જાણ થતા જ મોડી રાત્રે પોલીસ કાફલો અને આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક હોસ્ટેલની મેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને રાત્રિના ભોજનનાનમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલું ભોજન વાસી હતું કે તેમાં કોઈ ઝેરી તત્વ ભળ્યું હતું, તે દિશામાં પોલીસ અનેફૂડ વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.