Last Updated on by Sampurna Samachar
ગાંધીગ્રામમાં પાન–બીડીના ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ
પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમે બાતમીના આધારે નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામેસફળ ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટ શહેરના ચોક પાસે આવેલા નરસિંહ નગર વિસ્તારમાં એકપાન–બીડીના વેપારી દ્વારા નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે રેડને આધારે આરોપીને ઝડપી લીધો છે.પોલીસની રેડ દરમિયાનઆરોપી પાસેથી આશરે ૩૦૨ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતસામે આવી છે કે, આરોપી પોતાની પાન–બીડીની દુકાનના ઓઠા હેઠળ ગુપ્ત રીતે આ નશીલા પદાર્થનું વેચાણકરતો હતો.
આરોપીની અટકાયત
પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલો આરોપી આ પ્રકારના ગુનાહિત કૃત્યોમાં નવો નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉપણ નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદફરીથી તેણે આ ગેરકાયદેસર વ્યવસાય શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. પાન ગલ્લા પર આવતા ગ્રાહકોનેટાર્ગેટ કરી તે આ નશો વેચતો હતો.
શહેરમાં ખાસ કરીને યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે રાજકોટ પોલીસ સતત પેટ્રોલિંગ અને તપાસ કરી રહીછે. ગાંધીગ્રામ પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા અન્ય તત્વોમાં ફફડાટવ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, આરોપી આ ગાંજાનો જથ્થો ક્યાંથીલાવતો હતો અને તેના સંપર્કો કોની સાથે જાેડાયેલા છે.