તંત્રને ‘વોટિંગ‘ ઘટવાનો ડર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

છોટા ઉદેપુરમાં ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન જાગૃતિના નામે વહીવટી તંત્ર દ્વારા જેખેલપાડવામાં આવ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

એક તરફ આકાશમાંથી અગનજ્વાળા જેવી ગરમી વરસી રહી છે, જ્યાં નેતાઓ એસી ગાડીઓ છોડવા તૈયારનથી, ત્યાં બીજી તરફ છોટા ઉદેપુરના રસ્તા પર શાળાના વિદ્યાર્થીઓને ઉતારી દેવામાં આવ્યા છે.

આગામી ૨૬એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન જાગૃતિના નામે વહીવટી તંત્ર દ્વારાજેખેલપાડવામાં આવ્યો છે, તેને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

જેટલા વિદ્યાર્થીઓની માનવ સાંકળ રચવામાં આવી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ  કાર્યક્રમ અંતર્ગત પેટ્રોલ પંપથી માણેક ચોક સુધી એક હજાર જેટલા વિદ્યાર્થીઓની માનવ સાંકળ રચવામાં આવી.

રેડ એલર્ટ જેવી સ્થિતિમાં જ્યારે સામાન્ય નાગરિકોને ઘરમાંરહેવાની સલાહ અપાય છે, ત્યારે બાળકોને હાથમાં બેનરો પકડાવી કલાકો સુધી રસ્તા પર તપાવવામાંઆવ્યા. શું ચૂંટણી પંચ પણ હવે પ્રચાર અને પ્રસિદ્ધિ માટે સત્તાધારી પક્ષની જેમ અવનવા નુસખા અપનાવી રહ્યુંછે? તેવો ગણગણાટ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

મતદાન જાગૃતિ માટે જેટલો ઉત્સાહ અધિકારીઓમાં દેખાય છે, તેટલો ઉત્સાહ આચારસંહિતાના કડકઅમલ માટે કેમ નથી દેખાતો? શામદામદંડભેદની નીતિ અપનાવી ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાનીખેંચતાણ સાથે બિનહરીફનો ખેલ ખેલાયો ત્યારે ક્યાં હતા ચૂંટણી અધિકારીઓ?

નજીવી ભૂલો કાઢીને વિપક્ષીઉમેદવારોના ફોર્મ રદ કરવાની રમત રમાઈ અને કોઈ ચોક્કસ પક્ષને સીધો ફાયદો કરાવવાની પેરવી થઈ. જ્યારે બધું ધોમધખતા તડકાની જેમ ચાલી રહ્યું હતું, ત્યારે જાગૃતઅધિકારીઓ ક્યાં હતા? શું વહીવટી તંત્રજાણીજાેઈને આંખ આડા કાન કરી રહ્યું છે?

રાજ્યમાં ઠેરઠેર ઉમેદવારોના બહિષ્કારના બોર્ડ લાગી રહ્યા છે. ગામડાઓમાં અને શહેરોમાં લોકોનો રોષએટલો છે કે સત્તાપક્ષના પગ નીચેથી જમીન ખસી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

જનતાના આક્રોશના વીડિયો વાયરલ થતાં ઉમેદવારો હવે લોકો વચ્ચે જવાનું ટાળી રહ્યા છે અને માત્ર સોશિયલમીડિયા પર પ્રચાર કરી રહ્યા છે.

ઓછા મતદાનની બીકે અને સત્તાના ઈશારે ચૂંટણી વિભાગ જે રીતે મેદાને પડ્યું છે, તેનાથી ઉલટું પરિણામઆવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. લોકશાહીના નામે માત્ર બાળકોને ગરમીમાં તપાવવાથી મતદાનવધશે કે કેમ તે તો ૨૬ એપ્રિલે ખબર પડશે, પરંતુ અત્યારે તો વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે અનેકસવાલોનીમાનવ સાંકળરચાઈ ગઈ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.