Last Updated on by Sampurna Samachar
ગાંધીનગરમાં પોલીસની ગાડીમાં આવ્યા ચોર
આ ચોરોએ પાર્કિંગમાં રહેલી મોંઘીદાટ ગાડીઓની વ્હિલ પ્લેટ ટાર્ગેટ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સામાન્ય રીતે પોલીસને જોઈને ચોર ભાગતા હોય છે, પરંતુ ગાંધીનગરમાં એક અત્યંત ચોંકાવનારી અને અજીબ કહી શકાય તેવી ઘટના બની છે. કુડાસણ વિસ્તારમાં ચોરોએ પોલીસની ઓળખ ધરાવતી ગાડીનો ઉપયોગ કરીને ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફાળ પડી છે અને પોલીસ તંત્રપણ હચમચી ગયું છે.

બનાવની વિગત મુજબ, કુડાસણ સ્થિત શ્યામા પ્રસાદ ફ્લેટમાં રાત્રિના સમયે પોલીસનું લખાણ ધરાવતી એકગાડી પ્રવેશી હતી. ફ્લેટના સિક્યોરિટી અને રહીશોને લાગ્યું કે પોલીસ પેટ્રોલિંગમાં આવી હશે, જેથી કોઈ એશંકા ન કરી. જો કે, આ ગાડીમાં સવાર શખ્સો ખરેખર પોલીસ નહીં પણ તસ્કરો હતા.
આ ચોરોએ પાર્કિંગમાંરહેલી મોંઘીદાટ ગાડીઓની વ્હિલ પ્લેટ ટાર્ગેટ કરી હતી અને ગણતરીની મિનિટોમાં ચોરી કરી રફુચક્કર થઈગયા હતા.આ સમગ્ર ચોરીની ઘટના ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
વીડિયોમાં સ્પષ્ટદેખાય છે કે ચોરો બિન્ધાસ્ત રીતે પોલીસની ગાડીમાં આવે છે અને ચોરી કરીને ફરાર થઈ જાય છે. હાલઈન્ફોસિટી પોલીસે આ મામલે અરજી નોંધી છે અને ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. પોલીસ એ પાસા પરપણ તપાસ કરી રહી છે કે આ ગાડી ખરેખર પોલીસ