Last Updated on by Sampurna Samachar
હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરી છે
જથ્થાની કિંમત અંદાજે ૮,૫૭,૦૦૦ આંકવામાંઆવી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાના વધતા જતા દૂષણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારામોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે શીલજ સર્કલ પાસેથી લાખોની કિંમતના પ્રતિબંધિત હાઈબ્રિડગાંજાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરી છે.

ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય ટીમે શીલજ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાનશંકાસ્પદ હાલતમાં મળી આવેલા યશ ચૌહાણ અને નીરજ પટેલની ઝડપી પાડીને તપાસ કરતા તેમની પાસેથી૨૪૫ ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ૮,૫૭,૦૦૦આંકવામાં આવી રહી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નશાના કારોબારમાં કેનીલ પટેલ નામનો અન્ય એક ડ્રગ્સસપ્લાયર પણ સંડોવાયેલો છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવામાટે અલગ–અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.