ટ્રમ્પ સુરક્ષિત છે, જાણીને રાહત થઈ : મોદી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વોશિંગ્ટનની હોટલમાં ફાયરિંગની ઘટનાની પીએમ મોદીએ નિંદા કરી

વોશિંગ્ટનની એક હોટલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ફાયરિંગની ઘટના બાદ વિશ્વભરના નેતાઓએ ચિંતા વ્યક્ત કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનની એક હોટલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ફાયરિંગની ઘટના બાદ વિશ્વભરના નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને આ ઘટનાની નિંદા કરી છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, “વોશિંગ્ટન ડીસીની એક હોટેલમાં થયેલી સુરક્ષામાં ચૂકની ઘટના પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ છે. હું તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી અને તેની સ્પષ્ટ રીતે નિંદા કરવી જોઈએ.”

તમામને હોટલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા

આપને જણાવી દઈએ કે, હિલ્ટન હોટલમાં ‘વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર’ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન બોલરૂમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિત અનેક મહત્વના કેબિનેટ અધિકારીઓ હાજર હતા. ફાયરિંગ બાદ સુરક્ષા કર્મચારીઓએ તમામને હોટલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

શૂટર હથિયાર સાથે હોટલમાં ઘૂસ્યો હતો અને તેણે સિક્રેટ સર્વિસ એજન્ટ પર ફાયરિંગ કર્યું હતું. જાેકે, સિક્રેટ સર્વિસના એજન્ટે બુલેટપ્રૂફ જેકેટ પહેચ્યું હોવાથી એજન્ટનો જીવ બચી ગયો હતો. ફાયરિંગની ઘટના બાદ શૂટરને ઝડપી લેવામાં આવ્યો છે અને તેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તેને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અમેરિકી મીડિયા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કોલ ટોમસ એલન તરીકે થઈ છે. તેની ઉંમર ૩૧ વર્ષ જણાવવામાં આવી છે. તે કેલિફોર્નિયાના ટોરેન્સનો રહેવાસી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.