Last Updated on by Sampurna Samachar
મોટી સંખ્યામાં વાહનો ફસાતા પડી મુશ્કેલી
ઉધના વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
BRTS રૂટમાં ફરી એકવાર ખાનગી વાહનને કારણે ટ્રાફિકની સમસ્યા ભારે વકરી હતી. સુરતના ડુંભાલ વિસ્તારમાં BRTS રોડમાં બે બસ વચ્ચે સંખ્યાબંધ વાહનો આ રૂટમાં એક બસ બંધ પડી જતા તેની પાછળ બીજી બસ આવી હતી. આ બે બસ વચ્ચે મોટી સંખ્યામાં વાહનો ફસાયા હતા. તેમને બહાર નીકળવા ભારે મુશ્કેલી પડી હતી.
આને થોડું બહાર નીકળતા ટ્રાફિક સમસ્યા પર માઠી અસર થઈ હતી. સુરત પાલિકાના BRTS રૂટમાં ખાનગી વાહનો અટકાવવા સ્વીંગ ગેટના બદલે BRTS કોરીડોરમાં ગેરકાયદે વાહન અટકાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા ર્નિણય કરવામાં આવ્યો છે અને ઉધના વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થયો છે.
જાહેરનામુ છતાં તેનુ કોઇ પાલન નહીં
BRTS રોડમાં ખાનગી વાહનોને ન પ્રવેશવા માટે જાહેરનામું બહાર પડ્યું છે. પરંતુ સુરતીઓને આ જાહેરનામાનો કોઈ ડર જ નથી એવું લાગી રહ્યું છે. જ્યાં પિક અવરમાં ડુંભાલ જળ વિતરણ મથકથી ડુંભાલ ગામ તરફ જતા BRTS રૂટમાં સંખ્યાબંધ ખાનગી વાહનો ઘૂસી ગયા હતા.
જોકે આ રૂટમાં એક બસ આગળ બંધ પડી ગઈ હતી. અને બીજી બસ રૂટમાં આવી ગઈ હતી. આ બે બસ વચ્ચે સંખ્યાબંધ વાહનો પણ ફસાઈ ગયા હતા. BRTS રૂટ વચ્ચે મુસાફરોને બહાર નીકળવા માટે આપેલા ગેપ માંથી આ વાહનો નીકળવાનો પ્રયાસ કરતા હતા. જેના કારણે મુખ્ય માર્ગ પર ચાલતો ટ્રાફિક પણ અવરોધાયો હતો. જેને કારણે આખા રૂટ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.