ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી શરૂ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ખેડૂતોએ ‘ફાર્મર રજીસ્ટ્રેશન‘ કરાવવું ફરજિયાત

વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વની અને રાહત આપતી જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ૨૭ મે, ૨૦૨૬ થી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઇ ગઇ છે. ત્યારે ખેડૂતો આગામી તા. ૧૦ જૂન,૨૦૨૬ સુધી ગ્રામ્ય સ્તરે જઈને આ રજીસ્ટ્રેશન કરાવી શકશે.

રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાં આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે જઈને VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે કોઈ પણ જાતના શુલ્ક વિના એટલે કે બિલકુલ વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. પારદર્શિતા જાળવી રાખવા માટે આ નોંધણી પ્રક્રિયા ખેડૂતોના ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટીકેશનના માધ્યમથી કરવામાં આવશે. ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજીસ્ટ્રેશન‘ કરાવવું ફરજિયાત છે, અને તેમાં પોતાના તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવવો જરૂરી છે.

ખેડૂતો આ લાભ લઇ આર્થિક નુકસાનીથી બચી શકશે

ખેડૂતો જાતે જ ઓનલાઇન પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત‘ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.આ ઉપરાંત ખેડૂતો ગામના VCE , VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે રૂબરૂ જઈને પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ  તેની સાથે લિન્ક થયેલો ચાલુ મોબાઈલ નંબર અને જમીનની વિગતો દર્શાવતો સર્વે નંબર પોતાની સાથે રાખવાનો રહેશે. નોંધનીય છે કે, ભારત સરકારે ઉનાળુ મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૮૭૬૮ નો ટેકાનો ભાવ જાહેર કર્યો છે. હાલમાં બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા હોવાથી, ભારત સરકારના ‘પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ અંતર્ગત ખેડૂતો આ આયોજનનો મહત્તમ લાભ લઈ આર્થિક નુકસાનથી બચી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.