Last Updated on by Sampurna Samachar
પૂર્વ સાંસદ કિરીટ પટેલની હાજરીમાં લોકોએ ભાજપના નેતાઓને તતડાવ્યા
અમદાવાદના ઓઢવમાં યોજાયેલી ચૂંટણી સભામાં ભાજપનો વિરોધ થયો હતો પૂર્વ સાંસદ કિરીટ સોલંકી સમક્ષ લોકોએ રોષ ઠાલવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પક્ષો દ્વારા ખરી ગરમીમાં પ્રચારમાં જોર લગાવી રહ્યાં છે. ત્યારે ક્યાંક ભાજપ અને કોંગ્રેસનો આકરો વિરોધ થઈ રહ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારોજ્યારે પ્રચાર કરવા જાય છે ત્યારે સ્થાનિક લોકોના વિરોધનો તેમને સામનો કરવો પડે છે.

અમદાવાદનાઓઢવમાં યોજાયેલી ચૂંટણી સભામાં ભાજપનો વિરોધ થયો હતો. પૂર્વ સાંસદ કિરીટ સોલંકી સમક્ષ લોકોએરોષ ઠાલવ્યો હતો.અમદાવાદના ઓઢવમાં ચૂંટણીમાં પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓને લોકોએ તતડાવ્યા હતાં. ભાજપની ચૂંટણી સભામાં સ્થાનિકોએ પૂર્વ સાંસદ કિરીટ સોલંકી સામે રોષ ઠાલવ્યો હતો.
પાંચવર્ષથી ગાયબ થયેલા નેતાઓ સામે લોકો રોષે ભરાયા હતાં. સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.સ્થાનિકોએ સૂત્રોચ્ચાર અને બેનરો વડે વિરોધ કર્યો હતો. ચૂંટણી પ્રચારમાં આવેલાભાજપના નેતાઓને જનતાએ રોકડું પરખાવી દીધું હતું. શહેરના અનેક વિસ્તારોમાં ભાજપ ઉમેદવારોનો વિરોધથઈ રહ્યો છે.