Last Updated on by Sampurna Samachar
મદદના બહાને ATM કાર્ડ બદલી ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ
લોકોની મદદ કરવાના બહાને તેમનું કાર્ડ બદલીને છેતરપિંડી આચરતી એક રીઢી ગેંગના બે સભ્યોને ઝડપીપાડવામાં મોટી સફળતા મેળવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરની સચિન SOG પોલીસે એટીએમ સેન્ટર પર લોકોની મદદ કરવાના બહાને તેમનું કાર્ડબદલીને છેતરપિંડી આચરતી એક રીઢી ગેંગના બે સભ્યોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસને આરોપીઓ પાસેથી અલગ–અલગ બેંકોના ૫૪ જેટલા ATM કાર્ડ મળી આવ્યા છે.

આ ગેંગના સભ્યો એટીએમ સેન્ટરની આસપાસ વોચ રાખતા હતા. જ્યારે કોઈ વ્યક્તિને પૈસા ઉપાડવામાં તકલીફ પડતી, ત્યારે આ ગઠિયાઓ મદદ કરવાના બહાને તેમની પાસે જતાહતા. વાતોમાં ભોળવીને તેઓ ફરિયાદીનો પિન નંબર જાણી લેતા અને નજર ચૂકવીને અસલી એટીએમ કાર્ડપોતાની પાસે રાખી તેની જગ્યાએ નકલી કે ડમી કાર્ડ પકડાવી દેતા હતા. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જફરિયાદીના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હતા.
સચિન SOG પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગેંગ માત્ર સુરત કે ગુજરાત પૂરતી સીમિત નથી. પકડાયેલા આરોપીઓએ ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ અનેક લોકો સાથે આ પ્રકારે ઠગાઈઆચરી હોવાની કબૂલાત કરી છે. તેમની પાસે મળી આવેલા ૫૪ કાર્ડ સૂચવે છે કે તેઓએ કેટલા મોટા પાયે આનેટવર્ક ફેલાવ્યું હશે.