Last Updated on by Sampurna Samachar
મોદીએ એરપોર્ટ પર કોંગ્રેસ સીએમના કાનમાં શું કહ્યું?
પરંપરાગત ટોપી અને માળા પહેરી મોદીએ અચાનક સિદ્ધારમૈયાના કાનમાં કંઈક કહ્યુ અને તે સમયે આતસવીર ક્લિક થઈ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે એક દિવસના કર્ણાટકના પ્રવાસે હતા. તેઓ બેંગલુરૂ એરપોર્ટ પર ઉતર્યાતો એક તસવીર વાયરલ થઈ ગઈ છે. હકીકતમાં એરપોર્ટ પર પ્રોટોકોલ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી કેપ્રતિનિધિની હાજરી જરૂરી હોય છે.

કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ખુદ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા ઉભા હતા. પરંપરાગત ટોપી અને માળા પહેરીમોદીએ અચાનક સિદ્ધારમૈયાના કાનમાં કંઈક કહ્યુ અને તે સમયે આ તસવીર ક્લિક થઈ હતી.
લોકોની ઉત્સુકતા વધી ગઈ
હવે આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી લોકો વિવિધ કેપ્શન આપી રહ્યાં છે. તમે પણ વિચારો, પ્રધાનમંત્રી અને સિદ્ધારમૈયા વચ્ચે શું વાત થઈ હશે. આ તસવીર ચર્ચામાં એટલા માટે છે કારણ કે એક સપ્તાહની અંદર પીએમ ઘણા કોંગ્રેસી નેતાઓ સાથે વાતચીત કરવા જોવા મળ્યા, તો લોકોની ઉત્સુકતા વધી ગઈ હતી.
સામાન્ય રીતે પીએમ કોંગ્રેસ પર પ્રહારો કરતા જોવા મળે છે. પહેલા પીએમ મોદી રાહુલ ગાંધી સાથે ચર્ચાકરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ મલ્લિકાર્જુન ખડગે સાથે હાથ મિલાવી કંઈક મજાક કરી અને હવે કોંગ્રેસશાસિત રાજ્ય કર્ણાટકના મુખ્યમંત્રીના કાનમાં કંઈક કહ્યુ, જેની ચર્ચા લોકો કરી રહ્યાં છે.
આમ તો ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ એકવાર ફરી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેખેંચતાણની અટકળો લગાવવામાં આવી રહી છે. થોડી કલાકો પહેલા સિદ્ધારમૈયાએ પોતાના રાજકીય સચિવનઝીર અહમદને હટાવી દીધા. કારણ પાર્ટી વિરોધી ગતિવિધિ જણાવવામાં આવી રહ્યું છે. અંદરખાને કહેવામાંઆવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધારમૈયાના નજીકના નેતાઓની ગતિવિધિઓથી ખુશ નથી. બીજીતરફકોંગ્રેસના ઘણા ધારાસભ્યો રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ માટે દબાણ બનાવી રહ્યાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધારમૈયા કેબિનેટમાં ફેરફાર કરવા ઈચ્છે છે પરંતુ નાયબ મુખ્યમંત્રી ડીકેશિવકુમારનું અલગ વલણ છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડકર્ણાટક પર મોટો ર્નિણય લઈ શકે છે.