Last Updated on by Sampurna Samachar
હજુ BCCI એ કરી નથી સ્પષ્ટતા
રાણાને બોર્ડ દ્વારા ઈંગ્લેન્ડમાં રહેવા કહેવાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૫ મેચની ટેસ્ટ સીરિઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ઈંગ્લેન્ડમાં ૧૫ જૂને ઇન્ટ્રા સ્કવોડ મેચ સમાપ્ત થયા પછી ટેસ્ટ મેચ નહીં રમનાર ખેલાડીઓ ભારત પાછા આવશે. રિપોર્ટ્સ અનુસાર બોલર હર્ષિત રાણાને ઈંગ્લેન્ડમાં જ ભારતીય ટીમ સાથે રોકાવાનું જણાવવામાં આવ્યું છે. હજી BCCI એ સ્પષ્ટતા નથી આપી કે તે ભારતીય ટીમના સ્કવોડમાં સામેલ થશે કે નહીં.
બોલર હર્ષિત રાણાને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ નહોતો કર્યો. પણ તે ઈન્ડિયા-એ ટીમનો ખેલાડી હતો. ઇંગ્લેન્ડ લાયન્સ સાથે ઈન્ડિયા-એ બે ચાર દિવસની પ્રેક્ટિસ ટેસ્ટ મેચ રમી હતી. પછી બંને ટીમો વચ્ચે ઇન્ટ્રા સ્કવોડ મેચ પણ રમાઈ હતી.
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું
હવે રાણાને બોર્ડ દ્વારા ઈંગ્લેન્ડમાં રહેવા કહેવાયું છે. એટલે તેમની ભારતીય ટીમમાં સરપ્રાઇઝ એન્ટ્રી થઈ શકે છે. વર્ષ ૨૦૨૪માં હર્ષિત રાણાએ પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ. ૨૩ વર્ષીય હર્ષિત રાણાએ અત્યાર સુધી ૨ ટેસ્ટ મેચ રમી કુલ ૪ વિકેટ હાંસલ કરી છે.