Last Updated on by Sampurna Samachar
એમપી હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી
મહિલા આર્થિક રીતે સદ્ધર છે : આ કેસમાં અરજીમાં કરાયેલી માંગ પતિના શરીરમાંથી માંસ નોચી લેવાબરાબર છે : કોર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં જ મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એક મહિલાએ તેના પતિ પાસેથી વચગાળાના ભરણપોષણની માંગ કરતીઅરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે નોંધ્યું હતું કે, ‘મહિલા આર્થિક રીતે સદ્ધર છે અનેભરણપોષણ કરવા માટે સક્ષમ છે. આ કેસમાં અરજીમાં કરાયેલી માંગ પતિના શરીરમાંથી માંસ નોચી લેવાબરાબર છે.’

આ કેસની સુનાવણીમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક જૈને શેક્સપિયરના પ્રસિદ્ધ નાટક મર્ચન્ટ ઓફવેનિસનો સંદર્ભ આપતા પત્નીની માંગને અત્યંતક્રૂર અને અયોગ્ય ગણાવી હતી. ટૂંકમાં તમામ મુદ્દા ધ્યાનમાં રાખીને અવલોકન કર્યું હતું કે, આ કેસમાં પતિ અનેપત્નીની આવક લગભગ સરખી છે. તેઓને કોઈ સંતાન પણ નથી.
ભરણપોષણ અને કાયદાકીય ખર્ચ માટે અરજી કરી હતી
આ નાટકમાં શાયલોક નામનો એક વ્યાજખોર હોય છે. તે એક વ્યક્તિને પૈસા ઉધાર આપતી વખતે શરત રાખેછે કે, સમયસર પૈસા પાછા નહીં મળે, તો તે ઉધાર લેનારાના શરીરમાંથી ગમે ત્યાંથી એક પાઉન્ડ માંસકાપી લેશે. આ પરથી ‘પાઉન્ડ ઓફ ફ્લેશ’ શબ્દનો ઉદભવ થયો છે. સરળ ભાષામાં તેનો અર્થ કોઈની ચામડી ઉતરડી લેવી કે કોઈના લોહી તરસ્યા હોવું એવો થઈ શકે.
આ દંપતિના લગ્ન ૪ નવેમ્બર ૨૦૨૨ના રોજ થયા હતા, પરંતુ જૂન ૨૦૨૩થી તેઓ અલગ રહેતા હતા. આદરમિયાન પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. છૂટાછેડાની કાર્યવાહી વખતે પત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અને કાયદાકીય ખર્ચ માટે અરજી કરી હતી.
આ અરજીમાં મહિલાએ પોતે જ સ્વીકાર્યું હતું કે, ‘હુંનોકરી કરું છું અને મારી વાર્ષિક આવક રૂ. ૨૦ લાખ છે. મારા પતિની વાર્ષિક આવક રૂ. ૩૦ લાખ છે.’ તેના પતિએ આ દાવો નકારી કાઢ્યો હતો. ફેમિલી કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું હતું કે, ‘મહિલાપહેલેથી જ નોંધપાત્ર આવક ધરાવે છે અને તેની કોઈ અન્ય આર્થિક જવાબદારી નથી.’
આ ચુકાદાને મહિલાએ મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મહિલાએ દલીલ કરી હતી કે, મારીઆર્થિક સ્થિતિ બદલાઈ ગઈ છે. મારો પગાર ઘટીને વાર્ષિક રૂ. ૧૪.૮૧ લાખ થઈ ગયો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ઘટાડા પછી પણ માસિક આવક આશરે રૂ. ૧.૨૫ લાખ છે, જે આર્થિક રીતે આર્ત્મનિભર રહેવામાટે પૂરતી છે.
આ દરમિયાન કોર્ટે અંતમાં જણાવ્યું હતું કે, ‘તમારે કોઈ બાળકની જવાબદારી નથી. બંનેની આવકમાં મોટોતફાવત નથી કે, જેથી એક પક્ષ બીજા પર આર્થિક રીતે ર્નિભર હોય.’ આ ટિપ્પણી કરીને હાઈકોર્ટે ફેમિલીકોર્ટના પત્નીને વચગાળાનું ભરણપોષણ આપવાનો ઈનકાર કરતો ચુકાદો યોગ્ય ઠેરવ્યો હતો.