Last Updated on by Sampurna Samachar
સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા
કાર્યાલયના મુખ્ય બોર્ડ પર જ ‘પેટા ચૂંટણી‘ શબ્દનો પ્રયોગ કરવામાં આવતા આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ એક ગંભીર ક્ષતિનેકારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું છે. શહેરના વૉર્ડ નંબર ૧૪મા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ચૂંટણીકાર્યાલય પર ‘સામાન્ય ચૂંટણી‘ના બદલે ‘પેટા ચૂંટણી કાર્યાલય‘ લખવામાં આવતા વિરોધ પક્ષો અનેસોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માસહિતના દિગ્ગજ નેતાઓના ફોટા સાથે આ કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જો કે, કાર્યાલયના મુખ્ય બોર્ડ પર જ ‘પેટા ચૂંટણી‘ શબ્દનો પ્રયોગ કરવામાં આવતા આ ફોટો સોશિયલ મીડિયામાંવાઇરલ થયો છે. પાટીદાર બહુમતિ ધરાવતા આ વિસ્તારમાં થયેલી આ ભૂલ ભાજપ માટે મુસીબત બની ગઈ છે.
‘અભણ નેતાઓ‘ અને ‘તંત્રની પોલ ખૂલી ગઈ‘
રાજકીય વિશ્લેષકો આ ઘટનાને માત્ર ટાઇપિંગ મિસ્ટેક તરીકે નહીં, પરંતુ ભાજપના સંગઠનમાં રહેલાસંકલનના અભાવ તરીકે જાેઈ રહ્યા છે. આટલી મહત્ત્વની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોના ભાવિનો ફેંસલોથવાનો હોય, ત્યારે કાર્યાલયના બોર્ડ જેવી પાયાની બાબતમાં થયેલી બેદરકારીએ પક્ષની તૈયારીઓ પર સવાલોઊભા કર્યા છે.
આ ભૂલ સામે આવતા જ વિરોધ પક્ષો માટે આ મુદ્દો ‘હોટ કેક‘ બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આબોર્ડના ફોટા શેર કરીને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. લોકો ‘અભણ નેતાઓ‘ અને ‘તંત્રની પોલ ખૂલીગઈ‘ જેવી અનેક કોમેન્ટ્સ કરીને પક્ષની મજાક ઉડાવી રહ્યા છે.
હાલમાં આ મામલે ભાજપના સ્થાનિક કે પ્રદેશનેતાઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ જે રીતે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, તેને જાેતા ભાજપે જલ્દી ખુલાસો કરવો પડશે અથવા બોર્ડમાં સુધારો કરવો પડશે તે નક્કી છે. એક નાનકડા‘પેટા‘ શબ્દે ભાજપની આખી ચૂંટણી વ્યૂહનીતિને સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ બનાવી દીધી છે.