બોટાદમાં કરોડોના કાચા હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગણતરીના કલાકોમાં જ ૩ આરોપીઓને ઝડપી પાડ્યા

પોલીસે બાવળા રેલવે સ્ટેશન પર નાકાબંધી કરી કરી હતી ધરપકડ

(સંપૂર્ણ સમાચાર સેવા)

બોટાદના હીરા બજારમાં દુકાનમાંથી કરોડો રૂપિયાની કિંમતના હીરા ચોરીનો ભેદ ઉકેલાયો છે. વાત કરીએ તો ૧૮૮૫ કેરેટ કાચા હીરાની ચોરી થવાની ઘટનામાં બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સીસીટીવી, નેત્રમ કેમેરા અને રિક્ષા ચાલકોની પૂછપરછના આધારે પોલીસે આરોપીઓનું પગેરું મળ્યું હતું. આરોપી ટ્રેન મારફતે અમદાવાદ તરફ ભાગી રહ્યા છે, આ માહિતીના આધારે પોલીસે બાવળા રેલવે સ્ટેશન પર નાકાબંદી કરીને બચ્ચુ સાડમિયા, તેમની પુત્રી સપના અને જમાઈ વીનાને ચોરી કરેલા હીરા સાથે ધરપકડ કરી હતી.

દુકાનમાંથી હીરાનો કાચો માલ ચોરીને ભાગી ગયા હતા

પોલીસના જણાવ્યાનુસાર, બપોરે હીરા બજારમાં જ્યારે લેવેજ બંધ હતી અને વેપારીઓ જમવા ગયા હતા, ત્યારે અશોક અને રસિકની ભાગીદારીવાળી દુકાનમાં ૩ અજાણ્યા શખસો ગેરકાયદે રીતે પાછળના દરવાજેથી અંદર ઘૂસી ગયા હતા. તેઓ દુકાનમાંથી હીરાનો કાચો માલ ચોરીને ભાગી ગયા હતા. જ્યારે માલિકો પરત આવ્યા ત્યારે તેને ખબર પડી કે ૧૮૮૫ કેરેટથી વધુ હીરા ગાયબ છે અને તેણે તરત જ પોલીસને આ અંગે જાણ કરી હતી.

તાત્કાલિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી અને બજારના તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું.સીસીટીવી કેમેરામાં તેના પહેરવેશ અને ચાલવાની રીત જોઈને નેત્રમ પ્રોજેક્ટના કેમેરાની મદદથી ક્લિયર પિક્ચરથી મળી કે, આરોપીઓ એક રિક્ષામાં બેસીને આગળ ગયા છે.

રિક્ષાચાલકને શોધી કાઢ્યો, જેણે જણાવ્યું કે આરોપીઓને એક જગ્યાએ ઉતાર્યા હતા જ્યાં અન્ય ૧૦ થી ૨૦ રિક્ષાઓ ઊભી રહે છે. ત્યાંથી અન્ય રિક્ષાચાલકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક રિક્ષાવાળો તેને બોટાદ રેલવે સ્ટેશન સુધી મૂકી આવ્યો હતો. બોટાદ રેલવે સ્ટેશન પર આરપીએફ ટીમે સાથે મળીને સીસીટીવી તપાસ્યા હતા. જેમાં સામે આવ્યું કે, આરોપીઓ અમદાવાદ તરફ જતી ટ્રેનમાં બેસીને રવાના થયા છે.

આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરીને બધી વિગતો અને શંકાસ્પદોના ફોટા મોકલી આપ્યા. પોલીસ અલગ-અલગ ટીમે ટ્રેનની દરેક બોગી અને રેલવે સ્ટેશનની અંદર-બહાર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બસ સ્ટેન્ડ પર પણ નાકાબંદી કરવામાં આવી હતી. આ દરમિયાન સમય ગુમાવ્યા વગર આરપીએફ અને સ્ટેશનના કેમેરાની મદદથી બાવળા રેલવે સ્ટેશનની બહારના ભાગેથી ૩ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં બચ્ચુ સાડમિયા તેની પુત્રી સપના અને જમાઈ વીના જીલિયા સામેલ છે. બચ્ચુ સામે મોરબી જિલ્લામાં અગાઉ ૪ ગુના અને સપના સામે જેતપુર તથા કાલાવડમાં ૨ ગુના નોંધાયેલા છે. આ ગેંગનો ઈરાદો બોટાદમાં ઘરફોડ ચોરી કરવાનો હતો, પરંતુ તે દિવસે મોકો મળતા તેણે આ દુકાનને નિશાન બનાવી હતી. બાવળા પોલીસ દ્વારા તેમની પાસેથી ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે, જેની કિંમત ૪૩,૧૭,૦૦૦ રૂપિયા છે અને તેમાં કુલ ૧૮૮૫ કેરેટ ડાયમંડ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.