લગ્ન પ્રસંગથી પરત ફરતા કાળ આંબી ગયો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

લગ્નમાંથી પરત ફરતા પરિવારને કારે કચડ્યા

રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારચાલકને પકડી પાડી તેને ઢોર માર માર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સુરતના અંબિકા તાલુકાના ભોરીયા ગામની સીમમાં રવિવારે ૧૯મી એપ્રિલ કાર અને બાઈક વચ્ચે સર્જાયેલાગમખ્વાર અકસ્માતમાં પતિપત્ની અને માતાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માતએટલો ભયાનક હતો કે એક મહિલા હવામાં ૧૫ ફૂટ ઉછળીને ઈંટના ભઠ્ઠા પર જઈ પટકાઈ હતી.

મળતી માહિતી અનુસાર, અંબિકાના સાંબા ગામના મેડિયા ફળિયામાં રહેતા ૩૧ વર્ષીય આશિષ પટેલ, તેમના૨૯ વર્ષીય પત્ની પારુલબેન, સાત વર્ષનો પુત્ર વેદ અને ૬૦ વર્ષીય માતા ઉષાબેન ડોલવણ તાલુકાના પાટી ગામેએક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પતાવીને આખો પરિવાર એક બાઈક પર સવાર થઈપોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.

કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી

વલવાડાભોરીયા રોડ પર ઈંટના ભઠ્ઠા પાસે સામેથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે, આશિષભાઈ પટેલ, પારુલબેન અને ઉષાબેનનું ઘટનાસ્થળે કરુણમોત થયું હતું. જ્યારે વેદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાંઆવ્યો હતો. અકસ્માત બાદ એક મહિલા મૃતદેહ હવામાં ૧૫ ફૂટ ઉછળીને બાજુના ભઠ્ઠા પર પટકાતા ઉપસ્થિત લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનારકારચાલકને પકડી પાડી તેને ઢોર માર માર્યો હતો, જેમાં તે લોહીલુહાણ થયો હતો. પોલીસ ઘટનાસ્થળે હોવાછતાં લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે કલાકો સુધી કારને રસ્તા પરથી હટાવવા દીધી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.

એક પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનના સમાચાર મળતા સાંબા ગામમાં માતમ છવાઈ ગયો છે. હસતારમતા લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ત્રણ સભ્યોની મૃતદેહ ઘરે પરત આવતા સમગ્ર પંથકમાંગમગીની વ્યાપી ગઈ છે. પોલીસે મામલે ગુનો નોંધી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.