મિરાજ, રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા ફાઈટર વિમાનોની ગર્જના

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગંગા એક્સપ્રેસ વે પર ભારતના લડાકુ વિમાનનો અભ્યાસ

મુખ્યમંત્રી યોગીએ એક્સપ્રેસનુ કર્યુ નિરીક્ષણ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે સૌ કોઇની નજર ઉત્તર પ્રદેશના શાહજહાંપુર પર છે. જ્યાં ગંગા એક્સપ્રેસ વે પર બનેલી એરસ્ટ્રિપ પર ઈન્ડિયન એરફોર્સના ફાઈટર વિમાનોએ લેન્ડિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.  આકાશમાં મિરાજ, રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા ફાઈટર વિમાનોની ગર્જનાથી દુશ્મન દેશ ધ્રુજી ઉઠ્યા છે. જ્યાં એરફોર્સ ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ દેખાડી રહી છે. ૩.૫ કિમી લાંબી એરસ્ટ્રિપ પર ફાઈટર વિમાનો લેન્ડિંગ અને ટેકઓફની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો યુદ્ધ જેવી ઈમરજન્સી સ્થિતિ બને તો આ એક્સપ્રેસ વેની પટ્ટીને વૈકલ્પિક એરપોર્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

અત્રે જણાવવાનું કે ગંગા એક્સપ્રેસ વે UP નો ચોથો એવો એક્સપ્રેસ વે છે. જેમાં એરસ્ટ્રિપ છે. જોકે તે રાતે લેન્ડિંગની ક્ષમતાવાળો દેશનો સર્વપ્રથમ એક્સપ્રેસ વે છે. દેશમાં પહેલીવાર કોઈ હાઈવે પર દિવસની સાથે નાઈટ લેન્ડિંગ ટ્રાયલ પણ થશે. આ એક્સપ્રેસ વે ૩૬,૨૩૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. તે ૫૯૪ કિલોમીટર લાંબો છે. જે મેરઠથી પ્રયાગરાજ સુધી બની રહ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રી યોગીએ તેનું નિરીક્ષણ કર્યું હતું. તેનું ૮૦ ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે.

હવાઇપટ્ટીની બે તરફ ૨૫૦  CCTV લગાવાયા

એરફોર્સ ગંગા એક્સપ્રેસ વે પર રાફેલ, સુખોઈ, જગુઆર ફાઈટર વિમાનોની સાથે ઉડાણ અને લેન્ડિંગનો અભ્યાસ કરીને દુશ્મનોને કડક સંદેશો આપી રહી છે. બીજી બાજુ નેવી પણ અરબ સાગરમાં જહાજો સાથે અભ્યાસ કરી રહી છે. જ્યારે આર્મી આતંકીઓને વીણી વીણીને ખાતમો કરવામાં લાગી છે.

આ દેશની પહેલી એવી એરસ્ટ્રિપ છે જ્યાં વાયુસેનાના ફાઈટર વિમાનો દિવસે અને રાતે લેન્ડિંગ કરી શકશે. અધિકારીઓના જણાવ્યાં મુજબ ફાઈટર વિમાનો અહીં પૂર્વાભ્યાસ પણ કરી શકશે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી હવાઈ પટ્ટીની બંને બાજુએ લગભગ ૨૫૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે અભ્યાસને જોતા ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રિપને પોતાના અધિકાર ક્ષેત્રમાં લીધુ છે. જિલ્લા પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ આ અભ્યાસનું આયોજન દિવસ અને રાત બંને સમયે કરાશે. જેથી કરીને એરસ્ટ્રિપ પર રાતે વિમાન ઉતારવાની ક્ષમતાનું પણ પરીક્ષણ થઈ શકે. શો દરમિયાન ફાઈટર વિમાન પરીક્ષણ તરીકે એરસ્ટ્રિપ પર એક મીટરની ઊંચાઈથી ઉડાણ ભરશે અને ત્યારબાદ આ વિમાન એરસ્ટ્રિપ પર ઉતરશે અને ફરીથી ઉડાણ ભરશે.  તેમના જણાવ્યાં મુજબ ત્યારબાદ સાંજે ૭ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી ફરીથી આ અભ્યાસ કરાશે અને બધા ફાઈટર વિમાનો બરેલી સ્થિત વાયુસેના સ્ટેશન પાછા આવશે.

અભ્યાસમાં ભાગ લેનારા ટોચના ફાઈટર જેટ

૧. રાફેલ: આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને લાંબા અંતરની મિસાઇલથી સજ્જ, આ વિમાન દરેક હવામાનમાં કામગીરી કરવા સક્ષમ.

૨. SU – 30 MKI : ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત, આ ટ્વીન-સીટર ફાઇટર લાંબા અંતરના પ્રહાર કરવા સક્ષમ છે અને બ્રહ્મોસ જેવી મિસાઇલો ઉડાડી શકે છે.

૩. મિરાજ-૨૦૦૦: આ ફ્રેન્ચ મૂળનું વિમાન હાઇ-સ્પીડ ડીપ સ્ટ્રાઇક કરવા અને પરમાણુ સક્ષમ છે.

૪. મિગ-૨૯: તે એક ફાઇટર એરક્રાફ્ટ છે જેમાં હાઇ સ્પીડ, હાઇ ફ્લાઇટ અને રડારથી બચવાની ક્ષમતા છે.

૫. જેગુઆર: તે એક ચોકસાઇથી હુમલો કરતું લડાકૂ વિમાન છે જેનો ઉપયોગ જમીન પર હુમલો અને જહાજ વિરોધી મિશનમાં થાય છે.

૬. C – 130J સુપર હર્ક્યુલસ: આ ભારે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વિશેષ દળોની તૈનાતી, આપત્તિ રાહત અને બચાવ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

૭. AN – 32 : ઊંચાઈવાળા વિસ્તારોમાં માલસામાન અને સૈનિકોના પરિવહન માટે યોગ્ય ટ્રાન્સપોર્ટ જેટ.

૮. MI –  17  V5  હેલિકોપ્ટર: શોધ અને બચાવ, તબીબી સ્થળાંતર અને સહાય કામગીરી માટે જરૂરી બહુહેતુક હેલિકોપ્ટર.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.