Last Updated on by Sampurna Samachar
પાદરાના કરખડીમાં ભાજપે ઈતિહાસ રચ્યો
આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ પાદરાના રાજકારણમાં એક મોટા બદલાવના સંકેત છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાની પાદરા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં આ વખતે એક મોટો રાજકીય ઉલટફેર જાેવા મળ્યો છે. પાદરા તાલુકાની કરખડી તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ આઝાદી પછીની પોતાની પ્રથમ જીત હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે.ભાજપના ઉમેદવાર શ્રી હરિભાઈ દેસાઈએ આ બેઠક પર વિજય મેળવીને દાયકાઓથી ચાલી આવતા વિરોધ પક્ષના વર્ચસ્વનો અંત લાવ્યો છે.

આ બેઠક પર ભાજપ ક્યારેય જીતી શક્યું નહોતું, પરંતુ હરિભાઈ દેસાઈની લોકપ્રિયતા અને પક્ષની રણનીતિએ આ અશક્ય લાગતા લક્ષ્યને પાર પાડ્યું છે. આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ પાદરાના રાજકારણમાં એક મોટા બદલાવના સંકેત છે.કરખડી બેઠક પર આઝાદી કાળથી અત્યાર સુધી ભાજપનો ક્યારેય વિજય થયો નહોતો. આ બેઠક પર પરંપરાગત રીતે કોંગ્રેસ અથવા અન્ય પક્ષોનું પ્રભુત્વ રહ્યું હતું. જો કે, વર્ષ ૨૦૨૬ ની આ ચૂંટણીમાં મતદારોએ પરિવર્તનને સ્વીકાર્યું છે અને હરિભાઈ દેસાઈ પર પસંદગીની મહોર મારીને ભાજપનું ખાતું ખોલાવ્યું છે.