Last Updated on by Sampurna Samachar
સોલા સિવિલમાં હિટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા, રોજના ૮થી ૧૦ કેસ નોંધાયા
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાછે. શહેરમાં ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકોના સ્વાસ્થ્ય પર અસર થવા પામી છે. ગરમીમાં હિટ સ્ટ્રોકઅને લૂ લાગવા સહિતના બનાવો સામે આવી રહ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદીવ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગરમીને કારણે રોડ પર પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન થયાં છે.
શહેરની સોલા સિવિલ હોસ્પિટલના ડૉ દેવાંગ શાહે જણાવ્યુ હતું કે, સોલા સિવિલમાં હિટ સ્ટ્રોકનાદર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં રોજ ૮થી ૧૦ જેટલા દર્દીઓ હિટ સ્ટ્રોકનીસારવાર માટે આવી રહ્યાં છે.
ગરમીને કારણે લોકોમાં ડિહાઈડ્રેશનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરનું તાપમાન આજે ૪૪ ડિગ્રીને પાર પહોંચતા અમદાવાદીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. બપોરનાસમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યાં છે.આરોગ્ય વિભાગે કાળઝાળ ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જણાવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં૪૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.આગામી ૪૮ કલાક હિટવેવની અગાહી કરવામાં આવી છે.પશ્ચિમી અનેઉત્તર-પશ્ચિમી ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું જાેર વધ્યું છે. આગામી બે દિવસ સુધી ગરમીનો પારોઊંચો રહેશે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.
