આખું વિજયવાડા હચમચી ઊઠ્યું!

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૩૬ વર્ષથી જંગલમાં છુપાયેલા ખૂંખાર નક્સલી કમાન્ડરનું સરેન્ડર

સુરક્ષા દળોને સફળતા : મોટા માઓવાદી કમાન્ડર સુરેશ સહિત ૯ નક્સલીઓએ આત્મસમર્પણ કરી દીધું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

નક્સલવાદના ખાતમાની ડેડલાઈન પૂરી થવાના માત્ર ૨૪ કલાક પહેલાં આંધ્રપ્રદેશમાં સુરક્ષા દળોને મોટીસફળતા મળી છે. અહીં મોટા માઓવાદી કમાન્ડર સુરેશ સહિત ૯ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં આત્મસમર્પણ કરનાર ૯ નક્સલીઓમાંથી એકની કહાની ખાસ છે. માઓવાદીકમાન્ડર ચેલ્લુરી નારાયણ રાવ છેલ્લા ૩૬ વર્ષથી અંડરગ્રાઉન્ડ હતો.

સુરેશ સીપીઆઈ ની સેન્ટ્રલ કમિટીનો સભ્ય અને આંધ્ર–ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલકમિટીનો સેક્રેટરી પણ હતો. આત્મસમર્પણ કરનારા અન્ય ૮ સભ્યોમાં છત્તીસગઢ અને ઓડિશાનાપ્લેટૂન કમાન્ડર તેમજ એરિયા કમિટીના સભ્યો સામેલ છે. બધાએ પોલીસ મહાનિર્દેશક હરીશ કુમારગુપ્તા સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

અનેક મોટા માઓવાદી હુમલાઓમાં સામેલ

આંધ્રપ્રદેશ સરકારની ‘સરેન્ડર નીતિ’ અનુસાર તેમને આ આર્થિક સહાય આપવામાં આવશે: (૧) કમાન્ડરસુરેશને ૨૫ લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. (૨) જ્યારે અન્યને તેમની રેન્ક મુજબ ૧ લાખથી ૫ લાખરૂપિયા સુધીનું ઈનામ મળશે. (૩) તમામ ૯ સભ્યોને તાત્કાલિક રાહત તરીકે દરેકને ૨૦,૦૦૦–૨૦,૦૦૦રૂપિયા રોકડા આપ્યા છે.

પોલીસે આત્મસમર્પણ કરનાર કમાન્ડર સુરેશ અને અન્ય માઓવાદીઓ વિશે મોટા ખુલાસા કર્યા છે. સુરેશઆંધ્રપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢમાં થયેલા અનેક મોટા માઓવાદી હુમલાઓમાં સામેલ રહ્યો છે.

તે ૨૦૧૮માં પૂર્વ ધારાસભ્ય સર્વેશ્વર રાવ અને પૂર્વ ધારાસભ્ય સોમેશ્વર રાવની હત્યાનો મુખ્ય આરોપી પણ હતો. સુરેશનું નામ પોલીસ ચોપડે ઘાતકી હુમલાઓ (એમ્બુશ)માં પણ જાેડાયેલું છે. પોલીસે માઓવાદીઓ પાસેથીભારે માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે, જેમાં ૧ રાઇફલ, ૨ હથિયારો, ૫ ‘.૩૦૩‘ રાઇફલ્સ,  ગન, ૬ સિંગલ–શોટ રાઇફલ્સ સામેલ છે. સાથે જ મોટી માત્રામાં વિસ્ફોટકો, કારતૂસો પણ જપ્ત કરવામાંઆવ્યા છે. પોલીસ મહાનિર્દેશક હરીશ કુમાર ગુપ્તાએ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, સાત અલગ–અલગઅથડામણમાં ૮ માઓવાદીઓ માર્યા ગયા છે, જેમાં ૩ ટોચના ‘સેન્ટ્રલ કમિટી’ના સભ્યો હતા. પોલીસે ૮૧માઓવાદીઓની ધરપકડ કરી છે અને ૧૦૬ અન્યોએ આત્મસમર્પણ કર્યું છે.  પુષ્ટિ કરી છે કે હવેઆંધ્રપ્રદેશમાં અંડરગ્રાઉન્ડ માઓવાદી ગતિવિધિઓ ‘શૂન્ય’ થઈ ગઈ છે.

એક અધિકારીનાં જણાવ્યા અનુસાર સરકારે નકસલવાદ વિરુદ્ધ એકિકૃત, બહુ આયામી અને નિર્ણાયકરણનીતિ અપનાવી છે.  જેનું એક ઉદાહરણ રેડ કોરિડોર ક્ષેત્રમાં સડકોનું નિર્માણ છે. એક સમયે આ ક્ષેત્ર પશુપતિથી તિરુપતિ સુધી ફેલાયેલું હતું. જેમાં બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનાં કેટલાક ભાગો સામેલ હતાં જ્યાં કોન્ટ્રાકટરો કામ કરવાનો ઇનકાર કરતાં હતાં.

કેન્દ્ર સરકારે  બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ને પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી (પીએલજીએ)નામુખ્ય ક્ષેત્રોમાં સડકો બનાવવાનું કામ સોંપ્યું હતું. જેમાં વિદ્રોહનાં આ વિસ્તારોમાં પાંચ મુખ્ય સડકો અને છમહત્ત્વપૂર્ણ પુલોનું નિર્માણ સામેલ હતું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.