Last Updated on by Sampurna Samachar
તાપીમાં નહાવા પડેલા ડીંડોલીના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત
ડૂબવાની જાણ થતા જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. કાળઝાળ ગરમીથી બચવા અનેરાહત મેળવવા માટે લોકો નદી કે સ્વિમિંગ પૂલ તરફ વળી રહ્યા છે, પરંતુ ક્યારેક આ આનંદ જીવલેણ સાબિતથાય છે. સુરતના ડભોલી બ્રિજ નીચે તાપી નદીમાં નહાવા પડેલા ડીંડોલીના એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો ૩૧ વર્ષીય વિકાસ રાજુભાઈ નાયકા તેના મિત્રો સાથેડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા ગયો હતો. ઉનાળાની બપોરે ગરમીથી બચવા માટે વિકાસે નદીનાપાણીમાં નહાવા માટે કૂદકો માર્યો હતો. જાેકે, નદીમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે જાેતજાેતામાંઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
વિકાસના ડૂબવાની જાણ થતા જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવીહતી. ઘટનાના બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિકાસના અકાળેઅવસાનથી તેના પરિવારે ઘરનો મુખ્ય આર્થિક આધાર ગુમાવ્યો છે, જેને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપીગઈ છે.