Last Updated on by Sampurna Samachar
૧૨૦ કરોડની જ્વેલરી અને ૫૦ કરોડના સોનાનો દાવો કરવો પત્નીને ભારે પડ્યો
પહેલાં જ પરસ્પર સંમતિથી તમામ વિવાદોનો નિકાલ થઈ ગયો છે, તેથી હવે તેમાંથી કોઈપણ પક્ષ પાછળ નહટી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે ‘ઘરેલું હિંસા’ના કેસમાં ઐતિહાસિક ર્નિણય લીધો છે. આ અનોખા કેસમાં સમજૂતી કરનારી પત્નીએ પતિ પર ફરી કેસ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણીએ કેસ કરીને ૧૨૦ કરોડ જ્વેલરી અને ૫૦ કરોડના સોના પર દાવો કર્યો છે. સુપ્રીમ કોર્ટે મહિલાની આકરી ઝાટકણી કાઢતા કહ્યું છે કે, પહેલાં જ પરસ્પરસંમતિથી તમામ વિવાદોનો નિકાલ થઈ ગયો છે, તેથી હવે તેમાંથી કોઈપણ પક્ષ પાછળ ન હટી શકે.

પતિ–પત્નીના લગ્ન વર્ષ ૨૦૦૦માં થયા હતા અને ૨૦૨૩માં પતિએ છૂટાછેડાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટે આમામલો મધ્યસ્થતા માટે મોકલ્યો હતો જ્યાં બંને પક્ષોએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા અને તમામ વિવાદોખતમ કરવા માટે કરાર કર્યો હતો. કરાર મુજબ પતિએ પત્નીને દોઢ કરોડ રૂપિયા અને કાર માટે ૧૪ લાખ રૂપિયાતેમજ કેટલીક જ્વેલરી આપવાનું નક્કી કર્યું હતું.
પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ
પતિએ કરારના ભાગરૂપે ૭૫ લાખ અને ૧૪ લાખ રૂપિયાચૂકવી પણ દીધા હતા. જાેકે અંતિમ સમયે પત્ની પોતાની સંમતિથી ફરી ગઈ અને પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કરી દીધો હતો.
પત્નીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, લેખિત કરાર સિવાય પતિએ તેને ૧૨૦ કરોડની જ્વેલરી અને ૫૦કરોડના સોનાના બિસ્કિટ આપવાનું વચન આપ્યું હતું જે ટેક્સ બચાવવા માટે ક્યાંય લખવામાં આવ્યું નહોતું. જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ વિજય વિશ્નોઈની બેંચે આ દલીલ સામે સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યુંકે, આવી પાયાવિહોણી દલીલો ન્યાય પ્રણાલી પ્રત્યે ગંભીર અનાદર સમાન છે.
કોર્ટે કે લગ્ન જીવનસંપૂર્ણપણે તૂટી ગયું છે તેથી બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરી લગ્નવિચ્છેદનો આદેશ આપ્યો હતો.
કોર્ટે વધુમાં જણાવ્યું કે, કાયદા મુજબ સંમતિ પાછી ખેંચી શકાય છે પરંતુ એકવાર મધ્યસ્થતામાં સંપૂર્ણ અનેઅંતિમ સમજૂતી થઈ ગયા પછી તેમાંથી ફરી જવું યોગ્ય નથી. જાે યોગ્ય કારણ વગર કોઈ પક્ષ પાછળ હટે તોતેના પર ભારે દંડ થવો જાેઈએ. લગ્નના ૨૩ વર્ષ પછી પ્રથમ વખત ઘરેલું હિંસાનો કેસ કરવામાં આવ્યો હતોજેને કોર્ટે જાણીજાેઈને વિવાદ ચાલુ રાખવા માટે કરાયેલો કેસ ગણાવ્યો અને તેને રદ કરી દીધો હતો. કોર્ટેપતિને કરાર મુજબની બાકીની રકમ ચૂકવવાનો આદેશ આપી આ વિવાદનો અંત લાવી દીધો છે.