Last Updated on by Sampurna Samachar
કેમિકલના બેરલમાં છુપાવી લવાતો ૧૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસે કુલ ૧૦.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખસની ધરપકડ કરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે પોલીસને થાપ આપવા માટે અવનવા હાઈટેક કીમિયા અપનાવી રહ્યા છે. સરખેજ પોલીસે સાણંદ–સરખેજ હાઈવે પર બાતમીના આધારે દરોડો પાડીનેકેમિકલના બેરલમાં છુપાવીને લવાતી વિદેશી દારૂની ૫,૬૦૦ બોટલો ઝડપી પાડી છે. પોલીસે કુલ ૧૦.૧૨ લાખરૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખસની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, ૧૩મી એપ્રિલના રોજ સરખેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીમળી હતી કે, સાણંદ–સરખેજ હાઈવે પર આવેલી સાગર હોટલ પાછળ ‘સહયોગ એસ્ટેટ‘ના ગોડાઉનનંબર–૧માં મુંબઈથી કેમિકલના નામે દારૂનો મોટો જથ્થો આવ્યો છે.
વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
પોલીસે ગુજરાત ગુડ્સ સર્વિસ ટ્રાન્સપોર્ટનાગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉન બહાર પડેલા લોખંડના ૮ મોટા બેરલ શંકાસ્પદજણાતા તેને ખોલાવતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ જથ્થો મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટ સ્થિત જ્યોતિ કેમિકલ્સ ટ્રેડર્સમાંથીમોકલવામાં આવ્યો હતો. બિલ્ટી અને દસ્તાવેજોમાં ‘વી.વી. કેમિકલ્સ‘ના નામે કેમિકલહોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ માલ અમદાવાદના સરખેજ થઈને ગાંધીધામ મોકલવાનું મોટું ષડયંત્ર હતું.
હાલ પોલીસે ૫,૬૦૦ વિદેશી દારૂની બોટલો સહિત ૧૦,૧૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માલનીડિલિવરી લેવા આવેલા આકાશ ભરવાડ (ડ્રાઈવર)ની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા ડ્રાઈવર આકાશ ભરવાડે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, બે મહિના પહેલા ધ્રાંગધ્રામાં એકઅજાણ્યા શખસે તેને વધુ ભાડાની લાલચ આપી આ કામમાં જાેડ્યો હતો. તેને ફોન પર સૂચના મળી હતી કેસરખેજથી કેમિકલના બેરલ ગાંધીધામ પહોંચાડવાના છે. પોલીસ તપાસમાં ટ્રાન્સપોર્ટ મેનેજર ગ્યાસુદ્દીન ઉર્ફેસાજીદભાઈ પાસે રહેલા દસ્તાવેજાે પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. સરખેજ પોલીસે આ મામલે ગુનોનોંધી દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.