Last Updated on by Sampurna Samachar
Contents
બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં ૨ યુવકના કરૂણ મોત
ટક્કર બાદ જોતજોતામાં બાઈક આગની લપેટમાં આવી ગયું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લાના મીઠા અને જોટાણા વચ્ચેના માર્ગ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. ટક્કર બાદ જોતજોતામાં બાઈક આગની લપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા.

આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતક યુવકોમાં એક જોટાણાનો અને બીજો ખારા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
હાલમાં બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતઅંગેની વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.