Last Updated on by Sampurna Samachar
સાત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
૧૯મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તથા અરવલ્લી દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં એપ્રિલ જેમ જેમ આગળ જતો જાય છે તેમ તેમ ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે. ગુજરાતના પણઅનેક વિસ્તારોમાં તાપમાન વધીને ૪૦ ડિગ્રીને પાર કરી ગયું છે.

ગુજરાતમાં મહત્તમ તાપમાન અમદાવાદ અને રાજકોટમાં ૪૦.૭ ડિગ્રી નોંધાયું હતું. ત્યારે હવામાનવિભાગે આગામી ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નથી. આ સાથે ગુજરાતમાં ગાજવીજ સાથેવરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
સૌથી વધુ ૪૦.૭ ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, ૧૯મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તથા અરવલ્લીદાહોદ મહીસાગરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.૨૦મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તથા દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં છૂટાછવાયાસ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ટ્રફ તરીકેનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા દક્ષિણપૂર્વ ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને દક્ષિણપૂર્વ આસામથી રાજસ્થાનથી મણિપુર સુધી પૂર્વ પશ્ચિમટ્રફ તરીકે સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. તે બાદ બેથી ચારડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. બુધવારે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ ૪૦.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીનગરમાં પણ ૪૦ ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે.