રાજ્યમાં મંડરાઇ રહેલા વરસાદી સંકટને પહોંચી વળવા તંત્ર એલર્ટ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવવા કરી સૂચના

આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતમાં ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે રાજ્યનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન રાહત કમિશનરે તમામ સંબંધિત વિભાગો પાસેથી વરસાદને લગતી તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને કામગીરી કરવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ રૂમને જાણ કરવા સૂચના આપી હતી.

જળસંપત્તિ અને સિંચાઈ વિભાગે આગોતરૂ આયોજન કર્યું

હવામાન વિભાગના પૂર્વાનુમાન અને સેટેલાઈટ ઈમેજરીના આધારે રાજ્યના વિવિધ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં કંટ્રોલ રૂમ દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી થઈ શકે તે માટે દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમોને જરૂરી સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન સિસ્ટમના કારણે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ૨૪ જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

રાહત કમિશનરે જણાવ્યું કે, રાજ્યના મુખ્ય ડેમ અને જળાશયોની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ દ્વારા સુરક્ષા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદના કારણે કોઈ માર્ગ બંધ થાય તો વાહનવ્યવહારને અસર ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.