Last Updated on by Sampurna Samachar
ભુતાનના રસ્તેથી ૧૫,૦૦૦ ગાડીઓની દાણચોરીનો પર્દાફાશ
આ કૌભાંડ દ્વારા સરકારને સેંકડો કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટીનું નુકસાન થયું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કસ્ટમ વિભાગે ‘ઓપરેશન નુમખોર‘ હેઠળ દેશમાં ચાલી રહેલા એક મોટા લક્ઝરી કાર સ્કેમનો પર્દાફાશ કર્યોછે. ભુતાન સરહદ દ્વારા ભારતમાં ગેરકાયદેસર રીતે ૧૫,૦૦૦ થી વધુ મોંઘી ગાડીઓ લાવવામાં આવી હોવાનુંસામે આવ્યું છે. આ કૌભાંડ દ્વારા સરકારને સેંકડો કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટીનું નુકસાન થયું છે.

નેશનલ વ્હીકલ રજિસ્ટ્રીના ડિજિટલ ઓડિટ દરમિયાન આ ગરબડ પકડાઈ હતી. અનેક લક્ઝરી કારોને સેનાનીજૂની ગાડીઓ ગણાવીને બનાવટી ‘ડિસ્પોઝલ સર્ટિફિકેટ‘ પર રજિસ્ટર કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એછે કે, આ માટે વિદેશ મંત્રાલય અને વિદેશી દૂતાવાસના નકલી દસ્તાવેજોનો પણ ઉપયોગ કરવામાં આવ્યોહતો, જેથી ટેક્સ બચાવી શકાય.
સિતારાઓની યાદી તૈયાર
આ કેસમાં તપાસ આગળ વધતા જાણવા મળ્યું છે કે અનેક જાણીતી હસ્તીઓ અને ફિલ્મી કલાકારોએ પણનિયમોનો ભંગ કરીને આવી ગાડીઓ ખરીદી છે. હાલમાં કેરળમાંથી ૫૦ થી વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યાછે, જ્યારે આસામમાં ૪૬૪ વાહનો શંકાના દાયરામાં છે. કસ્ટમ વિભાગ હવે એ સિતારાઓની યાદી તૈયાર કરી રહ્યું છે જેમના દ્વારા આ ટેક્સ ચોરી કરવામાં આવી છે.
તસ્કરી રોકવા માટે કેરળના મુન્નારમાં ભારત અને ભુતાન કસ્ટમ અધિકારીઓની ૭મી મહત્વની બેઠક શરૂ થઈછે. જેમાં જીેંફ અને પ્રીમિયમ કારોની ગેરકાયદેસર હેરફેર રોકવા માટે કડક પગલાં ભરવા પર ચર્ચા કરવામાંઆવશે.