Last Updated on by Sampurna Samachar
T૨૦માં વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી
મુંબઈ માટે ૮ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ ની ૬૩ મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈની આ જીતમાં સૂર્યકુમાર યાદવે ફરી એક વખત ધમાકેદાર ઈનિંગથી ચાહકોનું દિલ જીતી લીધું છે. સૂર્યાએ ૪૩ બોલ પર ૭૩ રનની અણનમ ઈનિંગ રમી. પોતાની ઈનિંગમાં સૂર્યાએ ૭ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા.
સૂર્યાની ઈનિંગના દમ પર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૨૦ ઓવરમાં ૫ વિકેટ પર ૧૮૦ રન બનાવવામાં સફળ રહી. બાદમાં દિલ્હી કેપિટલ્સની ટીમ રન ચેઝ કરતા ૧૨૧ રન જ બનાવી શકી. મુંબઈ આ મેચ ૫૯ રનથી જીતવામાં સફળ રહી. સૂર્યાને તેની શાનદાર ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. સૂર્યાએ પોતાની ઈનિંગ દરમિયાન T૨૦માં વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી કરી લીધી છે.
૧૩ વખત T૨૦ ક્રિકેટમાં ૨૫+ રન બનાવવામાં સફળ
સૂર્યકુમાર યાદવે હવે T૨૦માં સૌથી વધુ વખત સતત ૨૫+ સ્કોર બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આમ કરીને સૂર્યાએ દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બાવુમાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ટેમ્બા બાવુમાએ પણ T૨૦ ક્રિકેટમાં સતત ૧૩ વખત ૨૫+ સ્કોર બનાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. સૂર્યા પણ અત્યાર સુધી સતત ૧૩ વખત T૨૦ ક્રિકેટમાં ૨૫+ રન બનાવવામાં સફળ રહ્યો છે.
T૨૦ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સતત ૨૫+ સ્કોર બનાવનારા બેટ્સમેન
૧૩- સૂર્યકુમાર યાદવ (૨૦૨૫)
૧૩- ટેમ્બા બાવુમા (૨૦૧૯–૨૦)
૧૧- બ્રેડ હોજ (૨૦૦૫–૦૭)
૧૧- જેક્સ રુડોલ્ફ (૨૦૧૪–૧૫)
૧૧- કુમાર સંગાકાર (૨૦૧૫)
૧૧- ક્રિસ લિન (૨૦૨૩–૨૪)
૧૧- કાઈલ મેયર્સ (૨૦૨૪)
આ ઉપરાંત સૂર્યાએ IPL માં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાના મામલે સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર પહોંચી ગયો છે. સૂર્યાએ ૯ વખત મુંબઈ ઈન્ડિયન્સ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળતા હાંસલ કરી છે.
બીજી તરફ તેંડુલકરે મુંબઈ માટે ૮ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. બીજી તરફ IPL માં ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ રોહિત શર્માના નામ પર છે. રોહિતે મુંબઈ માટે ૧૭ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળતા હાંસલ કરી હતી.
IPL માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ જીતનારા ખેલાડી
૧૭- રોહિત શર્મા
૧૪- કીરોન પોલાર્ડ
૧૦- જસપ્રીત બુમરાહ
૯- સૂર્યકુમાર યાદવ
૮- સચિન તેંડુલકર
૭- અંબાતી રાયડૂ
૬- હરભજન સિંહ
૬- લસિથ મલિંગા
૬- હાર્દિક પંડ્યા
આ ઉપરાંત સૂર્યા IPL એક સીઝનમાં સતત સૌથી વધુ ૨૫+ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આમ કરીને સૂર્યાએ કેન વિલિયમસનની બરાબરી કરી લીધી છે. ૨૦૧૮માં વિલિયમસને IPL સીઝનમાં સતત ૧૩ વખત ૨૫+ સ્કોર બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. બીજી તરફ જો મેચની વાત કરીએ તો MI એ DC સામે ૫૯ રનથી મોટી જીત નોંધાવી અને આ સાથે જ ટુર્નામેન્ટના પ્લેઓફમાં સ્થઆન બનાવી લીધું.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૮૦ રન બનાવ્યા હતા. ૧૮૧ રનનો ટાર્ગેટ ચેઝ કરતા દિલ્હી કેપિટલ્સ ટીમ માત્ર ૧૨૧ રન જ બનાવી શકી.