સુરતમાં વાહન ચોરીનો ભેદ ઉકેલતી સુરત પોલીસ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કુલ ૨૮ ચોરીના વાહનો કબજે કરાયા

પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી

(સંપૂર્ણ સમાચાર સેવા)

સુરત શહેરના પુણા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બાઈક ચોરીના કેસમાં પિતા અને તેમના સગીર પુત્રને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન તેમની પાસેથી કુલ ૨૮ ચોરીના વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે નિયમિત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એક શંકાસ્પદ મોપેડ ચાલકને રોકી તેની પાસેથી વાહનના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. સંતોષકારક જવાબ ન મળતા પોલીસે એન્જિન અને ચેસિસ નંબરની તપાસ કરી, જેમાં વાહન ચોરીનું હોવાનું જાણવા મળ્યું.

આરોપી સગીર પુત્રની મદદથી કરતો ચોરી

ત્યારબાદ આરોપીની પૂછપરછ દરમિયાન વધુ વિગતો સામે આવી. પ્રાથમિક તપાસ મુજબ, આરોપી પોતાના સગીર પુત્રની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્ક કરાયેલા બાઈક અને મોપેડને નિશાન બનાવતો હતો. તક મળતાં વાહનો ચોરી કરીને અલગ-અલગ સ્થળોએ છુપાવી દેવામાં આવતા હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસે બંનેની નિશાનદેહી પરથી કુલ ૨૮ ચોરીના વાહનો કબજે કર્યા છે. હાલમાં આ તમામ વાહનો કયા પોલીસ સ્ટેશન વિસ્તારોથી ચોરાયા હતા તેની ચકાસણી ચાલી રહી છે. સાથે જ ચોરાયેલા વાહનોનો ઉપયોગ કેવી રીતે થતો હતો અને તેને ક્યાં વેચવાના હતા તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સગીરને ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ કરવાના મુદ્દે પણ તપાસ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.