Last Updated on by Sampurna Samachar
પવન ખેડાને સુપ્રીમનો ઝટકો: તેલંગાણા હાઇકોર્ટના જામીન આદેશ પર રોક
કોર્ટે નોટિસ પાઠવી અને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે આજે તેલંગાણા હાઇકોર્ટના તેઆદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં ખેડાને એક સપ્તાહ માટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપવામાં આવ્યાહતા. આસામ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ કડકવલણ અપનાવ્યું છે.

અસામમાં નોંધાયેલી એફઆઇઆર(હ્લૈંઇ)ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે પવન ખેડાનેનોટિસ પાઠવી છે અને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ સાથે તેલંગાણા હાઇકોર્ટે આપેલી રાહતનેસુપ્રીમ કોર્ટે અટકાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પવન ખેડા આગોતરા જામીન મેળવવા માંગતાહોય, તો તેમણે આસામની સંબંધિત અદાલતનો જ સંપર્ક કરવો પડશે.
અસામ સરકારે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા
પવન ખેડા સામે આસામમાં પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. ધરપકડથી બચવા માટે તેમણે તેલંગાણા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યાંથી તેમને કામચલાઉ રાહત મળી હતી. આ રાહત સામે અસામ સરકારે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેની સુનાવણી દરમિયાન આજે ખેડાને રાહત આપવાનો ઇનકાર કરવામાં આવ્યોછે.
પવન ખેડા સામે આસામમાં નોંધાયેલી મુજબ, તેમના પર છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના ઉપયોગજેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. આસામ પોલીસના જણાવ્યા અનુસાર, ખેડાએ અસામના મુખ્યમંત્રી હિમંતબિસ્વા સરમાના પત્ની રિનીકી ભુયાન પાસે ત્રણ દેશોના પાસપોર્ટ અને વિદેશમાં અપ્રમાણસર મિલકતો હોવાના ખોટા અને અપમાનજનક આક્ષેપો કર્યા હતા.
પોલીસનો દાવો છે કે આ આક્ષેપો કરવા માટે પાકિસ્તાની સોશિયલ મીડિયા ગ્રૂપ દ્વારા પૂરા પાડવામાં આવેલાબનાવટી મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જામીન અરજી સાથે સબમિટ કરવામાંઆવેલા દસ્તાવેજાેમાં પવન ખેડા અને તેમના પત્નીના ઓળખ પત્રોની વિગતોમાં વિસંગતતા હોવાનું પણપોલીસે નોંધીને આ મામલે કસ્ટોડિયલ ઇન્ટરોગેશનની માંગ કરી છે