Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે આ અરજીને ફાલતુ ગણાવી
૧૬૪ વર્ષથી વધુના વિલંબનો હવાલો આપીને અરજીને ફગાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટ દ્વારા મુસ્લિમ મહિલાની લાલ કિલ્લા પર કબજો મેળવવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. SC એ આ મામલે કહ્યુ કે , આ અરજી સાવ ફાલતુ છે. મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર (બીજા) ના પ્રપૌત્રના વિધવા સુલતાના બેગમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. સુલતાના બેગમે તેમની અરજીમાં પોતાને મુગલ બાદશાહના કાયદેસર વારસદાર તરીકે રજૂ કરીને દિલ્હીના લાલ કિલ્લા પર કબજો આપવાની માંગ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ અરજીને “ફાલતુ” ગણાવી હતી.
એ વાત સૌ જાણે છે કે, આ પહેલાં સુલતાના બેગમની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટના ર્નિણયને સુલતાના બેગમે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ અરજીને એક જ ઝટકામાં ફગાવી દીધી અને કહ્યું કે આ સંપૂર્ણપણે નિરર્થક અરજી છે. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે આ અરજી તો સુનાવણીને પણ લાયક નથી.
વર્ષ ૨૦૨૧ માં કરાઇ હતી અરજી દાખલ
સુલતાના બેગમ કોલકાતા નજીક હાવડામાં રહે છે. તેમણે પ્રથમ વખત આ અરજી વર્ષ ૨૦૨૧ માં હાઈકોર્ટમાં દાખલ કરી હતી. તેમને આશા હતી કે સરકાર આ બહાને તેમની વાત પર ધ્યાન આપશે અને ઓછામાં ઓછી કેટલીક આર્થિક મદદ આપશે, પરંતુ એવું કંઈ થયું નહીં.
દિલ્હી હાઈકોર્ટે કેસ દાખલ કરવામાં ૧૬૪ વર્ષથી વધુના વિલંબનો હવાલો આપીને અરજીને ફગાવી દીધી હતી. આજે જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરી તો તેમણે આ અરજીને ફગાવતા કહ્યું કે માત્ર લાલ કિલ્લો જ કેમ ? ફતેહપુર સિક્રી કેમ નહીં ? તેનો પણ અરજીમાં સમાવેશ કેમ ન કર્યો ? એ કેમ છોડી દેવાયો ?