Last Updated on by Sampurna Samachar
વ્યારાની ઉકાઈ સુગર ફેક્ટરીમાં વિરોધ પ્રદર્શન
મજૂરોએ ઓફિસ બહાર અડિંગો જમાવ્યો છે સુપરવાઈઝર પર ૧ કરોડ ઉપાડ્યાનો આક્ષેપ મજૂરો દ્વારા કરવામાં આવ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકોના રસોડામાં ખાંડની મીઠાશ પહોંચાડનારા શેરડી કટિંગ મજૂરોના જીવનમાં હાલ કડવાશ ભળી છે. તાપી જિલ્લાના વ્યારા સ્થિત ઉકાઈ પ્રદેશ સુગર ફેક્ટરી ફરી એકવાર વિવાદમાં આવી છે. છેલ્લા બે મહિનાથી શેરડીની કાપણી કરતા ગરીબ મજૂરોને તેમનો હકનો પગાર ન મળતા મજૂરોની હાલત કફોડી બની છે.

પગારની માગ સાથે મજૂરો છેલ્લા બે દિવસથી દિવસ–રાત ધોમધખતા તાપમાં સુગર ફેક્ટરીની ઓફિસ બહારઅડિંગો જમાવીને બેઠા છે.મજૂરોનો આક્ષેપ છે કે, મહેનત કર્યા હોવા છતાં ફેક્ટરી વહીવટદારો દ્વારા તેમને નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયાકરવામાં આવી રહ્યા છે. મજૂરોની સાથે સાથે શેરડીની હેરાફેરી કરતા ટ્રક ચાલકોનું ભાડું પણ લાંબા સમયથીબાકી હોવાનો સુર ઉઠ્યો છે.
આ સમગ્ર મામલામાં એક ચોંકાવનારો આક્ષેપ પણ સામે આવ્યો છે. મજૂરો અને સંકળાયેલા લોકોના મતે, ભરતી સુપરવાઈઝર દ્વારા મજૂરોના પગાર પેટેની ૧ કરોડથી વધુની રકમ ઉપાડી લેવામાં આવી છે. આનાણાકીય ગેરરીતિને કારણે મજૂરોને પૂરતું વેતન મળી રહ્યું નથી. હાલ તો પોતાની મજૂરીના નાણાં મેળવવા માટેમજૂરો આરપારની લડાઈના મૂડમાં જાેવા મળી રહ્યા છે. સુગર ફેક્ટરીનું તંત્ર આ મામલે શું વલણ અપનાવે છે તેજાેવું રહ્યું.