Last Updated on by Sampurna Samachar
વિદ્યાર્થીએ જનોઇ ઉતારવાની ના પાડતા શાળાએ કર્યુ આવુ
વિદ્યાર્થીની માતાએ નારાજગી વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકમાં એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા પહેલાં જનોઈ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સુચિવ્રત કુલકર્ણીએ આરોપ લગાવ્યો હતો કે, કે બીદરના સાંઇ સ્ફૂર્તિ પીયુ કોલેજમાં CET (કૉમન એલિજિબિલિટી ટેસ્ટ) ની પરીક્ષા આપવા ગયો હતો, જ્યાં તેને જનોઈ ઉતારવાની માંગ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રમાં હાજર સ્ટાફે કહ્યું કે, જો કોઈ જનોઈ નહીં ઉતારે, તો તેને પરીક્ષા કેન્દ્રમાં બેસવા નહીં દેવાય. વિદ્યાર્થીએ ધાર્મિક પ્રતિક જણાવતા જનોઈ દૂર કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ તેને પરીક્ષા આપવાથી રોકી દેવામાં આવ્યો હતો.
જનોઇ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલ
વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દેવાના મામલે સાઈ સ્ફૂર્તિ પીયુ કોલેજના આચાર્ય ડૉ. ચંદ્ર શેખર બિરાદર અને સ્ટાફ સતીશ પવારને તાત્કાલિક પ્રભાવે બરતરફ કરી દેવામાં આવ્યા હતાં. જણાવી દઈએ કે, વિદ્યાર્થી સુચિવ્રત કુલકર્ણીની માતાએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, મારા દીકરાને કહ્યું હતું કે, જનોઈ નહીં ઉતારી શકે કારણકે તે ધાર્મિક માન્યતા સાથે જોડાયેલું છે.
બાદમાં તેને પરીક્ષામાંથી બહાર કાઢી દેવામાં આવ્યો. હું સરકાર પાસે માંગ કરૂ છે કે કાં તો મારા દીકરા માટે ફરી પરીક્ષા કરાવવામાં આવે અથવા સારી કોલેજમાં એડમિશન કરાવી આપે નહીંતર તેની ફી સરકાર અથવા સંબંધિત કોલેજ દ્વારા આપવામાં આવે.