નવા વર્ષની શરૂઆત સાથે જ વીજચોરી સામે કડક કાર્યવાહી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૩૫ ચેકિંગ ટુકડીઓને ઉતારાઇ

ગેરકાયદેસર વીજ વપરાશ કર્તાઓમાં ફફડાટ

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ વિજતંત્ર દ્વારા વીજચોરી સામે કડક કાર્યવાહીનો ધમાકેદાર આરંભ કરવામાં આવ્યો છે. PGVCL દ્વારા શહેરભરમાં વ્યાપક વીજ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના કારણે વીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.જ્યાં એક જ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૩૫ જેટલી વીજ ચેકિંગ ટુકડીઓને દોડતી કરવામાં આવી છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી.

જામનગર PGVCL વર્તુળ કચેરી હેઠળ કાર્યરત આ તમામ ૩૫ ચેકિંગ ટુકડીઓને મજબૂત સુરક્ષા સાથે મેદાનમાં ઉતારવામાં આવી છે. ચેકિંગ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૧૮ SRPના જવાનો તેમજ ૧૧ સ્થાનિક પોલીસ કર્મચારીઓને પણ સાથે જોડવામાં આવ્યા છે. ટીમો દ્વારા જામનગર શહેરના બેડી, બેડેશ્વર, ગાંધીનગર, મોમાઈનગર, પંચવટી, સતવારાવાડ, દરબારગઢ, લીમડાલેન સહિતના અનેક વિસ્તારોમાં ઘરેલુ, વ્યાવસાયિક તેમજ ઔદ્યોગિક કનેક્શનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

વીજ ચોરીના કિસ્સાઓ પકડવા પર ખાસ ધ્યાન

વિજ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર કનેક્શન, મીટર સાથે ચેડાં, ઓવરલોડ ઉપયોગ તથા અન્ય પ્રકારની વીજ ચોરીના કિસ્સાઓ પકડવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. PGVCL અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે વીજચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલારના બંને જિલ્લાઓમાં વીજ ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં વ્યાપક પ્રમાણમાં તપાસ હાથ ધરાઈ હતી. નવા વર્ષની શરૂઆત બાદ પણ આ ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી અને હજુ પણ ચેકિંગની કાર્યવાહી અવિરત રીતે ચાલુ રાખવામાં આવી છે. વિજતંત્રના આ પગલાંથી ઇમાનદાર વીજ ઉપભોક્તાઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે, જ્યારે વીજચોરી કરનારાઓમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.