Last Updated on by Sampurna Samachar
૯ લાખ ઉપરાંતના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ
૧૧ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં કેટલીક વાર પ્રતિબંધિત ઈ – સિગારેટનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક રાજ્યમાંથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ગાંધી રોડ નજીક “અરિહંત ગિફ્ટ એન્ડ કી ચેઇન” શોપમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને ૪૮૯ ઈ-સિગારેટ (e-cigarettes) જપ્ત કર્યા છે. જેની કિંમત ૯ લાખ ૧૧ હજાર રૂપિયા જેટલી છે. ઈ-સિગારેટના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે ૩ આરોપીની ધરપકડ કરી છે.
દુકાનમાં ઈ-સિગારેટનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આરોપી મુંબઈથી ઈ સિગારેટનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.ઈ સિગારેટ મોકલનારા અને મંગાવનારા સહિત ૧૧ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ કેસની તપાસ કાલુપુર પોલીસને સોંપી છે.
ગિફ્ટની દુકાનમાંથી ઝડપાયો જથ્થો
મહત્તવનું છે કે ઈ – સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ત્યારે ઈ – સિગારેટનો જથ્થો ગિફ્ટની દુકાનમાંથી ઝડપાયો છે. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને ૪૮૯ ઈ-સિગારેટ જપ્ત કરવામાં આવી છે. તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.