ST ડ્રાઈવરને બસમાંથી ઉતારી જાહેરમાં માર માર્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગાંધીનગર-સોમનાથ બસ ડ્રાઇવર પર અસામાજીક તત્વોનો હુમલો

ST બસના ચાલક સાથે અગાઉ બબાલ થઇ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)

જૂનાગઢ નજીક વડાલ પાસે ST બસના ડ્રાઈવર પર હુમલાની ઘટના સામે આવી છે. વાત કરીએ તો ગાંધીનગરથી સોમનાથ તરફ જતી ST બસના ચાલક સાથે રસ્તામાં કોઈ બાબતે બબાલ થયા બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડાલ પાસે બસને આંતરીને ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ શખ્સોએ ST ડ્રાઈવરને બળજબરીથી નીચે ઉતાર્યો હતો અને ત્યાં જ રસ્તા પર તેને ગંભીર રીતે માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન બસમાં સવાર મુસાફરો અને આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ડ્રાઈવર-કંડક્ટર યુનિયનમાં ભારે નારાજગી

અચાનક થયેલા આ હુમલામાં ST ડ્રાઈવરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ST નિગમના કર્મચારીઓ પર સતત થઈ રહેલા આવા હુમલાઓને કારણે ડ્રાઈવર-કંડક્ટર યુનિયનમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.