Last Updated on by Sampurna Samachar
વેપાર, સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રો પર દ્વિપક્ષીય ચર્ચા
ગાઢ સંબંધોને વ્હૂયાત્મક ભાગીદારીનો દરજ્જો આપવાનો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર.માર્કોસ જુનિયર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ છે. બંને નેતાઓ વચ્ચે વાતચીત થયા બાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન કુલ ૯ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે, જેમાં વેપાર, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રો પર દ્વિપક્ષીય ચર્ચાઓ થવાની છે.

વડાપ્રધાન મોદીએ માર્કોસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજ્યા બાદ કહ્યું કે, ‘આજે મેં અને રાષ્ટ્રપ્રમુખ માર્કોસે પરસ્પર સહયોગ, પ્રાદેશિક મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ પર વિગતવાર ચર્ચા કરી છે. અમે બંને નેતાઓએ બંને દેશોના ગાઢ સંબંધોને વ્હૂયાત્મક ભાગીદારીનો દરજ્જો આપવાનો ર્નિણય કર્યો છે.
બંને દેશો વચ્ચે ૯ સમજૂતી કરાર થયા
આ પહેલા PM મોદીએ હૈદરાબાદ હાઉસમાં માર્કોસનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્વાગતની તસવીરો શેર કરી હતી.’ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ અમલીકરણ માટે કાર્ય યોજનાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ ઉપરાંત ડિફેન્સ સેક્ટર, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યટન વિભાગ મામલે પણ મહત્ત્વની સમજૂતી કરવામાં આવી છે.
PM મોદી અને રાષ્ટ્રપ્રમુખ માર્કોસ વચ્ચે દોષિત વ્યક્તિઓના સ્થાનાંતરણ અંગેની સંધિ પણ થઈ છે. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ પર ભારત સરકાર અને ફિલિપાઇન્સ સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન અને ફિલિપાઇન્સ અવકાશ એજન્સી વચ્ચે બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ પર સહયોગ સધાયો છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ફિલિપાઇન કોસ્ટ ગાર્ડ વચ્ચે દરિયાઈ સહયોગ માટેની પણ શરતો થઈ છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંગે પણ સમજૂતી કરાઈ છે. આમ બંને દેશો વચ્ચે ૯ સમજૂતી કરાર થયા છે.
ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે રાજદ્વારી સંબંધો નવેમ્બર ૧૯૪૯માં સ્થાપિત થયા હતા અને ત્યારથી વિવિધ ક્ષેત્રોમાં સંબંધો મજબૂત થઈ રહ્યા છે. શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ સહકાર વધી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ નવેમ્બર-૨૦૧૭માં ૩ દિવસ માટે ફિલિપાઇન્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે છજીઈછદ્ગ-ભારત અને પૂર્વીય છજીઈછદ્ગ-૨૦૧૭ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ છજીઈછદ્ગ દેશો અને ફિલિપાઇન્સ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો હતો. ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે જાન્યુઆરી ૨૦૨૨માં લગભગ ૩૭૫ મિલિયન ડોલર (આશરે ૩૦૦૦ કરોડ)નો બ્રહ્મોસ મિસાઇલ માટેનો ઐતિહાસિક કરાર થયો હતો. ફિલિપાઇન્સ બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર પ્રથમ વિદેશી દેશ બન્યો છે. આ ડીલ હેઠળ, ભારતે એપ્રિલ ૨૦૨૪માં મિસાઇલની પ્રથમ બેચની ડિલિવરી પણ કરી છે. ફિલિપાઇન્સ આ મિસાઇલોનો ઉપયોગ દક્ષિણ ચીન સાગરમાં પોતાની દરિયાઈ સુરક્ષા માટે કરશે. બંને દેશો સમયાંતરે સંરક્ષણ ક્ષેત્રમાં અન્ય સહકાર પણ વધારી રહ્યા છે. ભારતીય સેના દ્વારા ફિલિપાઇન્સના સૈનિકોને બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ઓપરેટ કરવા માટે તાલીમ પણ આપવામાં આવી છે. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા માટે સફળ પ્રયાસો થતા રહ્યા છે.