Last Updated on by Sampurna Samachar
વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ–બસનું આગમન થયું
હાલ પ્રાથમિક તબક્કે ૭ પીએમ ઇ–બસનું ગોત્રી ખાતે આવેલા ઈ ચાર્જિંગ સ્ટેશને આગમન થયું હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં પીએમ ઇ–બસનું આગમન થતાં ખુશીનો માહોલ વ્યાપ્યો હતો. આ સેવા આગામી દિવસોમાંશરૂ થતા પ્રદૂષણ ચોક્કસપણે ઘટશે. વડોદરામાં હાલ પ્રાથમિક તબક્કે ૭ પીએમ ઇ–બસનું ગોત્રી ખાતે આવેલાઈ ચાર્જિંગ સ્ટેશને આગમન થયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં લોક સુવિધા માટે અનેપ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

પાલિકા તંત્ર દ્વારા આ અંગે અગાઉ જાહેરાત પણ કરવા કરાઈ હતી. દરમિયાનપીએમ–ઈ બસ સેવા શહેરમાં હવે ટૂંક સમયમાં શરૂ કરાશે. હાલમાં વડોદરા ખાતે કુલ ૭ પીએમ–ઈબસનુંઆગમન થયું છે. પ્રાથમિક તબક્કે આવેલી કુલ ૭ ઇ–બસ ગોત્રી ખાતે આવેલા ઈ–ચાર્જિંગ સ્ટેશન ખાતેરાખવામાં આવી છે.
આ એ બસમાં દિવ્યાંગો અને મહિલાઓ માટે અલાયદી ખાસ સુવિધા રાખવામાં આવીછે. ઇ બસ રોડ રસ્તા પર દોડતી થવાના કારણે શહેરના પ્રદૂષણમાં ચોક્કસ ઘટાડો થશે.વડોદરા ખાતે આવીપહોંચેલી પીએમ ઈ બસ અંતર્ગત ૭ ઇ–બસના પ્રત્યક્ષ નિરીક્ષણ માટે વડોદરા મહાનગર પાલિકાના કમિશનરઅરુણ મહેશબાબુ ગોત્રી સ્થિત ચાર્જિંગ સ્ટેશનની મુલાકાતે પહોંચી ઇ–બસની સુવિધા જાેઈને ખુશી વ્યક્તકરી હતી.