Last Updated on by Sampurna Samachar
ભારતના ૨ રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ
સરહદી વિસ્તારોમાં મોટા પાયે બ્લેક આઉટ અને એર રેડ જેવી સ્થિતિનો સામનો કરવા માટે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની પશ્ચિમી સરહદો પર ફરી એકવાર સૈન્ય અને વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રિલકરવામાં આવી રહી છે.પંજાબ અને જમ્મુ–કાશ્મીરના સરહદી વિસ્તારોમાં મોટા પાયે બ્લેકઆઉટ અને એર રેડ જેવી સ્થિતિનો સામનોકરવા માટે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગેભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર યથાવત છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કેભારત વિરુદ્ધ કરાયેલા કોઈપણ કૃત્યનો હિસાબ ચોક્કસપણે લેવામાં આવશે.
બચાવ કામગીરીનું રિહર્સલ કરાશે
પંજાબ (૨૪ એપ્રિલ): રાજ્યના તમામ જિલ્લાઓમાં રાત્રે ૮ વાગ્યે હાઈ–લો પિચ સાયરન વગાડવામાં આવશેઅને નિર્ધારિત વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે. લુધિયાણા અને ફરીદકોટ જેવા શહેરોમાં NDRF અને પોલીસ દ્વારા બચાવ કામગીરીનું રિહર્સલ કરાશે.
જમ્મુ–કાશ્મીર: કિશ્તવાડમાં ૨૩ એપ્રિલે ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં એર રેડ ડ્રિલ યોજાઈ હતી. રામબનમાં CRPF દ્વારા નેશનલ હાઈવે પર મુસાફરોની સુરક્ષા માટે ખાસ મોક ડ્રિલ કરવામાં આવી હતી.
ગયા વર્ષે ૭ મે ૨૦૨૫ના રોજ જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું, તે પહેલા પણ સરહદી વિસ્તારોમાંઆ જ પ્રકારની મૉક ડ્રિલ કરવામાં આવી હતી. તે સમયે ભારતે PoJK માં ઘૂસીને ૯ આતંકી લોન્ચપેડ્સ તબાહકર્યા હતા અને પાકિસ્તાનના ૯ એરબેઝને નુકસાન પહોંચાડ્યું હતું.